GSTV

પાકિસ્તાનીઓ જ વર્ણવ્યો અનુભવ, 5 મીનિટ માટે તો પ્રલય આવ્યો હોય તેવી ધરતી ધણધણી હતી

Last Updated on February 26, 2019 by

ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાનોએ આતંકવાદી કેમ્પો પર કરેલા હુમલા બાદ પાકિસ્તાનની સેના અને સરકારના જુઠ્ઠાણાની પોલ તેના જ નાગરિકો ખોલી રહ્યા છે. પાકિસ્તાને સેનાએ એવી શેખી હાંકી હતી કે ભારતીય વિમાનોના હુમલામાં કોઈ નુકસાન થયુ નથી પણ વાયુસેનાએ જ્યાં બોમ્બ વરસાવ્યા છે તે બાલાકોટના એક નાગરિક મહોમ્મદ આદિલે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલની વાતચીતમાં કહ્યુ હતુ કે રાતે લગભગ 3 વાગ્યા હતા. એવામાં બહુ મોટો ધડાકો સંભળાયો હતો.

એવુ લાગ્યુ કે જાણે પ્રલય આવી ગયો હોય પછી ખબર પડી કે ધડાકો થયો છે. સંખ્યાબંધ મકાનો તબાહ થઈ ગયા છે. લગભગ પાંચેક મિનિટ સુધી વિમાનોના અવાજ સંભળાયા હતા અને પછી અવાજો બંધ થઈ ગયા હતા.

દરમિયાન બાલાકોટ ખાતેની એક હોટલના માલિકે એક ભારતીય ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે રાતે ત્રણ વાગ્યે ચારથી પાંચ બોમ્બ પડયા હતા. હુમલો થયો છે તે જગ્યા મારી હોટલથી એક કિમી દુર છે. ભારતના હુમલા બાદ બાલાકોટ અને આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ છે.

પુલવામા હુમલા બાદ મોદી સરકારે બદલો લેવા માટે આપેલી છૂટનો ઉપયોગ કરીને ભારતીય વાયુસેનાએ જબરદસ્ત કાર્યવાહી કરી છે. 1971 બાદ પહેલી વખત એટલે કે 48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાન પર ત્રાટક્યા છે. 1971ના યુધ્ધમાં ભારતની વાયુસેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે પડવા માટે મજબૂર કરવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો. 71માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુધ્ધ 14 દિવસ સુધી ચાલ્યુ હતુ. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને તે સમયના પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)માં ઘૂસીને સંખ્યાબંધ વખત હવાઈ હુમલા કર્યા હતા.પાકિસ્તાની વાયુસેનાએ પોતાના સેંકડો વિમાનો પણ આ હુમલાઓમાં ગુમાવ્યા હતા.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!