GSTV
India News ટોપ સ્ટોરી

દાદાગીરી/ લદ્દાખના પેંગોંગ લેકને અડીને જ સેનાને રાખી છે તૈનાત : ડેમચૌકમાં પણ નથી હટાવી રહ્યું તંબુ, મોદી સરકારની મસમોટી વાતો

લદ્દાખ

લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચેનો તનાવ ઓછો થઈ રહ્યો નથી. બલ્કે ચીન આ તનાવને વધારી રહ્યું છે. ચીને લદ્દાખના પેંગોંગ લેકને અડીને જ પોતાની સેનાને તૈનાત કરી રાખી હોવાનો ખુલાસો ઓપન ઈન્ટેલિજન્સ સોર્સના એક અહેવાલમાં થયો છે. આ પહેલા પેંગોંગ લેક વિસ્તારમાં બંને દેશો વચ્ચે સેના પાછળ હટાવવા માટે અને પેટ્રોલિંગ નહીં કરવા માટે સંમતિ સધાઈ હતી. એ પછી ચીને પોતાની સેનાને પેંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાંથી હટાવીને ફિંગર આઠની પાછળ તૈનાત કરી દીધી છે. જોકે હાલની તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે, વિવાદાસ્પદ જગ્યાથી નજીકમાં જ ચીની સૈનિક મોજુદ છે.

પેંગોંગ લેકના જે વિસ્તારમાં પેટ્રોલિંગ નહીં કરવા માટે સમાધાન થયું છે તેનાથી થોડે જ દૂર ચીની સેનાએ બેઝ બનાવ્યું છે અને અહીંયા ચીને ફ્યુલ ટેન્ક, સૈનિકોના રહેવા માટેના બાંધકામ પણ કર્યા છે.

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી પણ યથાવત

સેટેલાઈટ તસવીરોથી સાબિત થઈ રહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી પણ યથાવત છે. ચીને ભારતની સરહદમાં ફરીથી ઘૂસણખોરી કરી છે. લદાખના ડેમચોકમાં ચીનના સૈનિકોએ તંબૂ બનાવ્યા હોવાનું સીનિયર અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું હતું. ભારતે આ સૈનિકોને પીછેહટની તાકીદ કરી છે છતાં તંબૂ હટાવાયા નથી.

લદ્દાખ

સરકારી અધિકારીઓને ટાંકીને અહેવાલમાં દાવો થયો હતો કે લદાખની સરહદે ડેમચોકમાં ચીનના સૈનિકોએ ફરીથી ઘૂસણખોરી કરી છે. આ વખતે ડેમચોકમાં તંબૂ તાણ્યા છે. જોકે, એ ઘૂસણખોરો સ્થાનિક નાગરિક હોવાનું કહે છે. ભારતીય સૈન્યએ એ લોકોને ત્યાંથી હટી જવાની તાકીદ કરી છે. ડેમચોકમાંથી પીછેહટ કરવાની સમજૂતિ બંને દેશોના કમાન્ડર લેવલની વાતચીતમાં થઈ હતી. ૧૦ વિવાદાસ્પદ સ્થળોની ચર્ચા થઈ હતી એમાંથી ડેમચોક મુદ્દે બંને તરફ સહમતી બની ગઈ હતી.

લદ્દાખ

લદાખ સરહદે અત્યારે સ્થિતિ કાબૂમાં

બંને દેશોના કમાન્ડર લેવલની ૧૨મી બેઠક માટે ચીને પેશકશ કરી હતી પરંતુ ભારતે ૨૬મી જુલાઈએ કારગીલ દિવસ હોવાથી એ દિવસે બેઠકમાં ભાગ નહીં લઈ શકાય એવી સ્પષ્ટતા કરી હતી. તેના કારણે હવે બંને દેશોના કમાન્ડર લેવલની બેઠક ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મળે તેવી શક્યતા છે. એ બેઠકમાં ભારત ડેમચોકની ઘૂસણખોરીનો મુદ્દો નવેસરથી ઉઠાવશે. જોકે, સરકારી અધિકારીએ કહ્યું હતું કે લદાખ સરહદે અત્યારે સ્થિતિ કાબૂમાં છે. ૨૦૧૯માં જે સ્થિતિ સર્જાઈ હતી એવી કોઈ જ તંગદિલી અત્યારે પ્રવર્તતી નથી.

વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને બિલકુલ સમજ નથી આવતું કે ચીન સાથે કેવી રીતે નિપટવું. રાહુલ ગાંધીએ ડેમચોકમાં ચીનની ઘૂસણખોરીના અહેવાલની લિંક શેર કરીને સરકારને યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda
GSTV