GSTV
India News Trending

એર ડિફેન્સ સિસ્ટમ બોર્ડરની નજીક લઈ જવાનો સેનાએ કર્યો નિર્ણય, આ કારણે સરહદ પર સર્તકતામાં કર્યો વધારો

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લીધો છે. સેનાએ હવે એક્સરસાઇઝ હેઠળ એર ડિફેન્સ સિસ્ટમ બોર્ડરની નજીક લઇ જવાનું નક્કી કર્યું છે. સેનાની એક મોટી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર એરસ્ટ્રાઇક બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાન સાથેની સરહદ પર સર્તકતામાં વધારો કરી રહી છે. દેશના ચાર રાજ્યો સાથે પાકિસ્તાનની સરહદ સ્પર્શે છે. અહીં વાયુસેનાની એર ડિફેન્સ યુનિટને સરહદ પાસે લઈ જવાની તૈયારી કરાઈ છે. ભારતીય સેનાના કહ્યાં પ્રમાણે પાકિસ્તાનની કોઈ પણ હરકતનો વળતો જવાબ આપવો જરૂરી છે.

સૂત્રો મુજબ સેના ફાઈટિંગ યુનિટ્સ અને એર ડિફેન્સ ઉપરાંત ડિફેન્સ યુનિટને પણ સરહદની નજીક તૈનાત કરવા ઇચ્છે છે. જો યુનિટને બોર્ડરની નજીક તૈનાત કરવામાં આવશે તો દુશ્મન તરફથી કરવામાં આવતા તમામ હુમલાઓ સામે સક્ષમતાથી લડી શકાશે. સૂત્રો પ્રમાણે , જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનમાં એર ડિફેન્સ યુનિટ્સને તૈનાત કરવામાં આવશે. અહીં સેના અને વાયુસેનાએ પોતાની તૈયારીઓની સમિક્ષા પૂર્ણ કરી છે.

ભારતીય વાયુસેના સરહદ પર આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અને રશિયાના કાવાદ્રત મિસાઈલ સિસ્ટમની તૈનાતી અંગે વિચારણા કરી રહી છે. આ ઉપરાંત ભારત અને ઈઝરાઈલ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલી એમઆર-એસએએમ ડિફેન્સ સિસ્ટમના ઉપયોગ પર પણ વિચારણા ચાલી રહી છે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આકાશી યુદ્ધ ખેલાઇ ચુક્યું છે. ત્યારે ભવિષ્યમાં પાકિસ્તાનની આવી કોઇ પણ ગુસ્તાખીને પહોંચી વળવા ભારતીય સેના તૈયારી કરી રહી છે.

Read Also

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV