GSTV

પ્રકૃતિ પ્રત્યે અનહદ પ્રેમ/ હરિયાળી પ્રત્યે આ ભાઈને એટલો લગાવ થયો છે કે ઘરમાં જ જંગલ ઉભૂં કરી દીધું !

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક શખ્સે પોતાના ઘરમાં જ મિની જંગલ બનાવી દીધુ છે. હરિયાળી સાથે લગાવ હોવાના કારણે આ ભાઈએ પોતાના ઘરમાં 400થી વધારે છોડ વાવ્યા છે. જેના કારણે તેના ઘરમાં ઈન્ડોર રેનફોરેસ્ટમાં બદલાય ગયુ છે. આ શખ્સનું નામ Jason chonue છે. ઘણા લાંબા સમયથી તે દુર્લભ અને અસામાન્ય છોડનો સંગ્રહ કરવાનો શોખ છે. ત્યારે હવે તેણે પોતાના ઘરમાં જ આવા અનેક છોડ ભેગા કરી રાખ્યા છે. આખુ ઘર છોડથી ભરાઈ ગયુ છે.

આ કામ તેણ દાદા-દાદી અને માતા-પિતા પાસેથી શિખ્યુ છે. જેસને જણાવ્યુ હતું કે, મને પ્રકૃતિ અને હરિયાળી સાથે ખૂબ જ લગાવ છે. પાલતૂ જાનવરો સાથે પણ ખૂબ જ પ્રેમ છે. હંમેશા વિચારતો હતો, મારો એક બગીચો હોય અને તેમા દિવસો વિતાવીશ. વિતેલા દિવસોમાં મેં કેટલીય પ્રજાતિના છોડ ભેગા કર્યા છે. અને અનેક પ્રકારની પ્રજાતિ પર એકઠી કરી છે. ત્યાં સુધી કે અમુક છોડ તો નાનપણથી જ મારી સાથે છે.

જેસનનું માનવું છે કે, છોડ સાથે રહેવાથી આપણામાં કેટલાય ફેરફાર થઈ જાય છે. પોતાના ઈનડોર ગાર્ડનમાં નવા નવા છોડ લગાવાના કારણે તે હંમેશા ઉત્સાહિત રહે છે.

શરૂઆતમાં તેને આ કામથી ખૂબ જ ખુશી મળી. ત્યા સુધી કે, તેને શહેરી જીવનથી પણ બચાવ્યો હતો.

READ ALSO

Related posts

બિહાર ચૂંટણીઃ ચિરાગ પાસવાને આપ્યું વચન, સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર કરતા મોટુ બનશે સીતામંદિર

Mansi Patel

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

Nilesh Jethva

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!