ગોધરા લુણાવાડા ની રેલ્વે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ કરી રેલ્વેનું અસ્તિત્વ નાબુદ થયેલ છે તેને ફરી થી શરૂ કરાવવા શિવ સેના દ્વારા મહીસાગર જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું.
આજ થી વિસેક વર્ષ પુર્વે ગોધરા લુણાવાડા રેલ્વે ચાલું હતી અને તે રેલ્વે કોઇક કારણોસર જેતે સમયે બંધ કરી અહીંયાથી રેલ્વેનું અસ્તિત્વ ખતમ કરી નાખવામાં આવ્યું હતું જેથી હવે આજના આધુનિક યુગમા ફરીથી ગોધરા થી લુણાવાડા મોડાસા હીંમત નગર સુધી નવીન રેલ્વે લાઇન નાખી ફરી થી રેલ્વે શરૂ થાય તે અંગે મહીસાગર પંચમહાલ જીલ્લા ના શિવ સેના પ્રમુખ લાલા ભાઈ ગઢવી તેમજ મહીસાગર લુણાવાડા શિવસેના પ્રમુખ ગૌરાંગ ભાઈ પંચાલ તેમજ શિવ સૈનિકો એ મહીસાગર જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું