ભાવનગરના વેળાવદર જંગલને લઈ હાઈકોર્ટમાં થયેલી અરજીને માન્ય રાખવામાં આવી

gujarat highcourt

ભાવનગરના વેળાવદરના જંગલ વિસ્તાર પાસે વધતી ઈન્ડસ્ટ્રી અને ઔદ્યોગિક એકમ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ છે. જાહેરહિતની અરજી કરનારની આ અરજીને માન્ય રાખવામાં આવી છે. આ અરજીમાં જંગલ વિસ્તાર પાસે ઈન્ડસ્ટ્રીઝ હોવાથી નુકસાન થતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ મામલે વધુ સુનાવણી 25 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામે પાસે આવેલુ આ અભ્યારણ્ય કાળિયારની રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાં ઘાસના મેદાનો આવેલા છે. વર્ષ 1976માં સ્થાપિત કરાયેલા આ ઉદ્યાનનુ કુલક્ષેત્ર ફળ 34.08 ચોરસ કિલોમીટર છે. પરંતુ હવે આ જંગલ વિસ્તારની પાસે ઈન્ડ્સ્ટ્રી અને ઔદ્યોગિક એકમો વિકસી રહ્યા છે.જેની સામે જાહેર હિતની અરજી થઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter