GSTV
Home » News » સુપ્રીમ કોર્ટે દોષી વિનયની અરજી ફગાવી છતાં ફાંસી નહીં આપી શકાય, હજુ આ નરાધમ પાસે છે 2 વિકલ્પ

સુપ્રીમ કોર્ટે દોષી વિનયની અરજી ફગાવી છતાં ફાંસી નહીં આપી શકાય, હજુ આ નરાધમ પાસે છે 2 વિકલ્પ

નિર્ભયાના આરોપી વિનયે ફાંસીની સજામાંથી બચવા હવે નવો પેંતરો અજમાવ્યો છે. વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી કોર્ટમાં દલીલો કરી છે કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી. આ મામલેસ સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે કે વિનયની શારીરિક નહીં પણ માનસિંક હાલત પણ સારી છે. દોષિ વિનય શર્માની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયા યાચિકા રદ કરવા સામે કોર્ટમાં પીટિશન કરી હતી. જેમાં તેણે માનસિક હાલાત ઠીક ન હોવાની દલિલ કરી હતી. એ પણ આરોપ મૂકયો હતો કે રાષ્ટ્રપતિ સમક્ષ તમામ દસ્તાવેજો મૂકાયા નથી. જોકે, કોર્ટે આ દલીલને પણ ફગાવી દીધી છે. દોષિતોના ડેથવોરંટ સામેની સુનાવણી 17મીએ થવાની હોવા છતાં હજુ પવન ગુપ્તા પાસે 2 કાયદાકીય વિકલ્પો બાકી હોવાથી ફાંસી માટે ડેથવોરંટ વિનયની અરજી ફગાવવા છતાં પણ નહીં જાહેર કરી શકાય. સરકારની એક-એક આરોપીને ફાંસી આપવાની માગણી કોર્ટ અગાઉ જ ફગાવી ચૂકી છે.

આરોપી વિનયે આ દલીલ સાથે જ કોર્ટ સમક્ષ તેની ફાંસીની સજા માફ કરવાની પણ માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં વિનય શર્માની અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે દોષિતોના વકીલ એ પી સિંહે કોર્ટને જણાવ્યું કે વિનયની માનસિક હાલત ઠીક નથી. સતત ટોર્ચર કરવાને કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઇ રહ્યો છે.

આથી તેને ફાંસી આપી શકાય નહીં. તેમણે કહ્યું કે વિનયને પહેલા પણ અનેક વખત જેલ તંત્ર તરફથી મેન્ટલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે તેમજ દવાઓ પણ આપવામાં આવી છે. આથી માનસિક રૂપે નબળા વ્યક્તિને ફાંસી ન આપી શકાય. આ તમામ દલીલો કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે એ દલીલ પણ ફગાવી છે કે, દિલ્હીના ઉપરાજ્યપાલે આ દસ્તાવેજો પર સાઈન કરી ન હતી.

ન્યાયમૂર્તિ આર.ભાનુમતી સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૨ માં દિલ્હી ગેંગરેપ કેસમાં આજે સુનાવણી દરમિયાન બેહોશ થઈ જતાં તુરંત જ તેમને ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. ખંડપીઠે આ કેસને મુલતવી રાખ્યો છે અને કહ્યું છે કે પછીથી આ આદેશ જાહેર કરવામાં આવશે.

દોષિત પવને વકીલની સેવા લેવાનો કર્યો ઇનકાર

ગુરૂવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષીયો સામે ડેથ વોરંટ જાહેર કરવાની અરજીની સુનાવણી 17મી સુધી સ્થગિત કરી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે, કાયદામાં દરેકને ન્યાય માગવાનો અધિકાર છે. જેના મૌલિક અધિકારોનું હનન કરવું એ ગુનો છે.
આ સાથે કોર્ટે નિર્ભયાકાંડના દોષી પવન ગુપ્તા માટે રવી કાજીને સરકારી વકીલ નિમ્યા છે. હવે 4 દોષીયોમાંથી પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પીટિશન અને દયા યાચિકા દાખલ કરવાનો વિકલ્પ બચ્યો છે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું છે કે, નિર્ભયાના દોષી પવનના વકીલને થોડો સમય મળવો જોઈએ કારણ કે તેઓ તેનો પક્ષ રાખી શકે. જોકે પવને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) દ્વારા આપવામાં આવેલા વકીલની સેવા લેવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે આ વિશે કોર્ટ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે, પવન તેની લીગલ પ્રક્રિયામાં વાર કરી રહ્યો છે. મુકેશ, અક્ષય, વિનય તેમના દરેક કાયદાકીય વિકલ્પ વાપરી ચૂક્યા છે. 

Related posts

બંગાળના IAS એ વેલેન્ટાઈન ડેને બનાવ્યો યાદગાર, સમય ન મળતા ઓફિસમાં જ IPS ગર્લફ્રેન્ડ સાથે લીધા સાત ફેરા

Ankita Trada

ચીનની કરન્સી પર પણ Coronavirusની ઈફેક્ટ, 84,000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ

Mansi Patel

આ બાઈકના કારણે ટ્રમ્પ ભારતથી છે નારાજ, મોદી સરકાર મનાવવા ભરશે આ પગલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!