GSTV
Home » News » ફોનમાં જે એન્ટી વાયરસ એપ રાખી છે તે સાવ નકામી છે, વિશ્વાસ ન આવે તો આ વાંચી લો

ફોનમાં જે એન્ટી વાયરસ એપ રાખી છે તે સાવ નકામી છે, વિશ્વાસ ન આવે તો આ વાંચી લો

તમારા ફોનને સેફ રાખવા અને વાયરસથી બચાવવા માટે લોકો એન્ટીવાયરસ અને એન્ટી મેલવેયરને ઈન્સ્ટોલ કરે છે જેના કારણે તેમનો ફોન સેફ રહી શકે. એવી એપ્સનો ઉપયોગ કરવાવાળા લોકોની સંખ્યા કરોડોમાં છે પરંતુ એક રિપોર્ટ અનુસાર ગુગલ પ્લેસ્ટોર પર હાજર મોટે ભાગે એન્ટીવાયરસ અને એન્ટી મેલવેયર એપ્સ બેકાર છે અને તેના પર ભરોશો પણ ન કરી શકાય. આ રિપોર્ટ ઓસ્ટ્રિયાની એન્ટીવાયરસ ટેસ્ટિંગ કંપની AV-Comparativesની તરફથી પેશ કરવામાં આવ્યું છે.

ઘણા પોપ્યુલર એપ્સનું કરાયું ટેસ્ટિંગ

પસંદ કરાયેલી એપ્સમાં ઘણી જાણીતી એન્ટી વાયરસ એપ્સ જેમ કે, અવાસ્ટ, એવીજી, બિટડિફેન્ડર, ચીતા મોબાઇલ, ડીયુ ટેસ્ટર, ઇએસઇટી, કાલ્કન સિક્યોરિટી લેબ, એફ-સિક્યોર, ગુગલ પ્લે પ્રોટેક્ટ, મેલવેર બાઇટ્સ, મેકઅફી, સિમેન્ટેક અને વીએસએઆર સામેલ છે. સમાચાર અનુસાર, રિસર્ચર્સે કોઇ ઇમ્યુલેટરનો ઉપયોગ કરવાની જગ્યાએ સિલેક્ટ કરવામાં આવેલી 250 એપ્સને મેન્યુઅલી તપાસી. તેમણે એપ્સને ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરી અને પછી બ્રાઉઝરમાં જઇને ખતરનાક એપને ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો.

2,000 વખત આ ટેસ્ટિંગ પ્રોસેસ કરવામાં આવી અને સમગ્ર રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગની એપ્સે કોઇ વાયરસ અને મેલવેર ડિટેક્ટ કર્યા નથી. પરંતુ મેલિશિયસ એપ્સને બ્લોક કરી દીધી. ઘણી એપ્સ એવી પણ હતી જેણે જૂના મેલવેર સેમ્પલ્સ ડિટેક્ટ કર્યા પરંતુ ‘વાઇટલિસ્ટ’ને કારણે આને ડિટેક્ટ અથવા બ્લોક ન કર્યું. ઘણી એપ્સે પોતાને જ મેલિશસ એપ તરીકે બતાવી. કેમ કે, ડેવલોપર્સે પોતાનું પેકેજ વાઇટ લિસ્ટમાં નાંખ્યું નહોતું.

250 એપ્સ પર થયો સર્વે

રિપોર્ટ અનુસાર, AV-Comparativesએ ગુગલ પ્લેસ્ટોર પર એન્ટી વાયરસ એપ્સ ઓફર કરનારા 138 વેન્ડર્સને પસંદ કર્યા. આમાંથી કંપનીએ લગભગ 250 એન્ટી વાયરસ એપ્સનો સર્વે કર્યો. જેમાંથી ટેસ્ટ દરમિયાન 80 એપ્સ જ 2000 ખતરનાક એપ્સમાંથી 30 ટકાથી વધુને ડિટેક્ટ કરી શકી. જોકે, આ 80 એપ્સમાંથી મોટાભાગનું ફોલ્સ અલાર્મ રેડ પણ હાઇ જોવા મળ્યું. એટલે કે, વગર કોઇ મુશ્કેલીએ તેની તરફથી વોર્નિંગ આપવામાં આવી.

Read Also

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!