નારણકાકાનું વિરોધી જૂથ ઊંઝામાં સક્રિય, આશાબેનના નામે ભાજપમાં કડાકા-ભડાકા

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ તેના સંભવિત ભાજપ પ્રવેશ પહેલા જ ભાજપમાં જૂથવાદ વકર્યો છે. જે પૈકી એક જૂથ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું છે. આશા પટેલના ભાજપમાં આવવાથી ઊંઝા એપીએમસીમાં નારાયણ પટેલનું વર્ચસ્વ જોખમમાં મુકાય તેમ છે. આથી નારાયણ પટેલ ખુદ મુખ્યપ્રધાન રૂપાણી અને જીતુ વાઘાણીને મળી આશા પટેલને ભાજપમાં ન લાવવાની રજૂઆત કરી ચૂક્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે નારાયણ પટેલે ઊંઝાના વિકાસ માટે સીએમ સાથે મુલાકાત કરી હોવાનું જણાવ્યું. સાથે જ આશા પટેલના ભાજપમાં આવવાથી ભાજપની તાકાતમાં વધારો થશે તેમ જણાવ્યું છે. બીજી તરફ ભાજપનું જ નારાયણ પટેલનું વિરોધી જૂથ આશા પટેલ ભાજપમાં જોડાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે. આ માટે ભાજપના કાર્યકર્તાઓએ ગુપ્ત બેઠકો પણ શરૂ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter