GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

RTI પાસેથી માંગ્યો હતો જવાબ અને નીકળ્યાં કૉન્ડમ, એ પણ વપરાયેલા

રાજસ્થાનમાં બે લોકોને એક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે શરમ બીજાને આવવી જોઈએ. હનુમાનગઢ જીલ્લાનાં તહસીલમાં મનોહરલાલ અને વિકાસ ચૌધરીએ એક RTI ફાઈલ કરી હતી. આરટીઆઈના જવાબમાં જે આવ્યું એ જોયું તો સમાચારપત્રમાં રાખેલા યુઝ્ડ કોન્ડમ બહાર આવ્યા. આ બદત્મીજી જોઈને બંને લોકોનો મગજ ખબાર થઈ ગયો.

મનોહર અને વિકાસ દ્વારા ગયા વર્ષે 16મી એપ્રિલના રોજ ગ્રામ પંચાયતમાં આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર હેઠળ અરજી કરવામાં આવી હતી. 2001થી જે વિકાસ કાર્ય અપૂર્ણ હતા તેમની અપડેટ્સ જાણવા માટે આરટીઆઈ કરી હતી. રાજ્ય સૂચના વિભાગના આદેશો પર ગ્રામ પંચાયત તરફથી જવાબ આવ્યો. જવાબ માં બે પેકેટ આવ્યા. પ્રથમ પેકેટ ખોલ્યું તો તેમાં કાગળમાં વીંટાળીને કોન્ડમ નીકળી આવ્યાં. બંનેને ઝટકો લાગ્યો. બ્લોક ડિપાર્ટમેન્ટ ઓફિસરને ફોન કર્યો. કહ્યું કે તમે અહીં આવી જાઓ, બીજુ પેકેટ તમારી સામે ખોલવામાં આવશે.

બી.ડી.ઓ. સોહેબે ઇનકાર કરી દીધો. તો બન્ને લોકોએ ગામના કેટલાક લોકોને ભેગા કર્યા અને તેમની સામે ખોલ્યું. તેના વિડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે. ફરીથી કોન્ડમ જ બહાર આવ્યાં. આવું બીજી વખત જોઈને બધા ચિતીંત થઈ ગયા અને કહેવા લાગ્યાં કે “શું ગ્રામ પંચાયત આ રીતે કામ કરે છે? ખાતરી નથી આવતી કે સરકારી અધિકારીઓ આ રીતે વર્તન કરી શકે છે. ” હવે હનુમાનગઢ જીલ્લા પરિષદના સીઈઓ નવનીતકુમારની વાત પણ સાંભળી લો કે શું કહ્યું. તેઓ કહે છે કે આ બધી કોઈની ચાલ છે. કોઈ અજાણ માણસની. આ માફીને લાયક નથી અને ગેરકાનૂની છે. આ કેસની તપાસ કરાશે અને જેણે પણ આ કર્યું છે, તેને સજા પણ મળશે.

READ ALSO

Related posts

લેબનાનની રાજધાની બૈરૂતમાં થયેલા બે ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત

Nilesh Jethva

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!