GSTV

આતંકવાદ મુદ્દે UNમાં ભારતનો પાક.ને સણસણતો જવાબ, હિંદુ અને બૌદ્ધોની હત્યા થઈ ત્યારે કેમ સવાલ ન ઉઠ્યો ?

Last Updated on February 29, 2020 by Mayur

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું, ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના પ્રતિનિધિને કહ્યું છે કે તે તાત્કાલીક ધોરણે આતંકીઓને મળનારા ફંડને અટકાવે. ભારતનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ફાઇનાન્સ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લીધો હતો. એફએટીએફએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે, ત્યારે ભારતે પણ હવે પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના 43માં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના સેશનમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર માનવ અિધકાર ભંગના આરોપો લગાવ્યા હતા. જોકે બાદમાં આ આરોપોનો જવાબ આપતા ભારતના યુએન સિૃથત પ્રથમ સેક્રેટરી વિમર્શ આર્યને કહ્યું હતું કે પાકિસ્તાનના આરોપોનો જવાબ આપવાનો અમારો અધિકાર છે.

પાકિસ્તાનને લીધું આડેહાથ

પોતાના જવાબમાં બાદમાં વિમર્શે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હાલ સંપૂર્ણપણે કાબુમાં છે. તેમ છતા પાકિસ્તાન દ્વારા સરહદે વારંવાર ગોળીબાર કરી આતંકીઓને ઘુસાડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને આ આતંકવાદને ખતમ કરવો જ પડશે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર સમિતીએ પણ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધું હતું અને માનવ અધિકાર ભંગને અટકાવવા માટે કહ્યું હતું. જ્યારે બીજી તરફ માનવ અધિકાર ભંગને લઇને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચે ભારતને પણ સલાહ આપી છે. યુએનના હ્યુમન રાઇટ બોડીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતમાં સીએએને લઇને જે વિરોધ થઇ રહ્યો છે તે ચિંતાજનક છે અને સરકારે આ અંગે વિચારવું જોઇએ.

હિંદુ અને બુદ્ધની હત્યા થઈ ત્યારે કેમ સવાલ ન ઉઠ્યો

બાદમાં ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અમને લાગી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર બોડીએ જે દાવા કર્યા છે તેને લઇને તેણે વધુ તપાસ કરવાની જરૂર છે કેમ કે હાલ સ્થિતિ શાંત છે અને કોઇ જ વિવાદ નથી. પાકિસ્તાન અને અન્ય દેશોમાં હિંદુ, બૌદ્ધ વગેરેની ખુલ્લેઆમ હત્યા થઇ ત્યારે આ મુદ્દે કેમ સવાલો ન ઉઠાવ્યા?

READ ALSO

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!