જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો, જાણિતી કંપનીના લેબલ લગાવવામાં આવતું હતું

અંકલેશ્વરની રાધે એગ્રોસેલ્સ કંપની 4 જુદી જુદી કંપનીની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતા ઝડપાયા છે. ટ્રુ બડી કન્સલ્ટન્સી પ્રા.ઇન્ડીયા લિમિટેડ નામની ઓથોરાઇઝ એજન્સીએ અંકલેશ્વર તાલુકા પોલીસને સાથે રાખી આ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અંદાજિત 1 કરોડ ઉપરાંતની ડુપ્લીકેટ દવાનો જથ્થો જપ્ત કરી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા કંપની સંચાલકની પણ ધપરકડ કરી વધુ તપાસ આરંભવામાં આવી હતી. નામાંકિત કંપનીના લેબલ લગાવી નકલી જંતુનાશક દવા બારોબાર ખેડૂતોને વેચવામાં આવતી હોવાની વાત બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પાસેના જીતાલી ગામની સીમમાં આવેલ યોગી એસેટમાં છેલ્લા કેટલાક વખતથી રાધે એગ્રો સેલ્સ કંપની ચાલી રહી હતી. જે જંતુનાશક દવા બનાવતી ચાર જેટલી કંપનીની દવાનું ડુપ્લિકેશન કરી લેબલ લગાવી બરોબર ખેડૂતો વેચાણ કરતી હતી. જે અંગે આ કંપનીના ઓથોરાઇઝ એજન્સી ટ્રુ બડી કન્સલ્ટન્સી પ્રા.ઇન્ડીયા લિમિટેડે કંપનીની પ્રોડક્ટ કોપીરાઈટ અંગે તપાસ કરતા અંકલેશ્વર તાલુકા પોલીસની તેમજ જીઆઇડીસી પોલીસને સાથે રાખી કંપની ખાતે સર્ચ કરતા અંદાજિત 1 કરોડ ઉપરાંતની જંતુનાશક દવાનો જથ્થો ડુપ્લીકેટ બનાવેલો મળી આવ્યો હતો. ટ્રુ બેરી કંપનીના અધિકારી આદિત્ય કુમાર સિંગ દ્વારા આ અંગે તાલુકા પોલીસ મથકે રાધે એગ્રો સેલ્સના સંચાલક હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધપરકડ કરી વધુ તપાસ આરંભી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter