GSTV
Home » News » દેશની સુરક્ષા કરતા જવાનોના સ્વાસ્થ્ય સાથે છેડા, સામે આવ્યું આ મોટું કૌભાંડ

દેશની સુરક્ષા કરતા જવાનોના સ્વાસ્થ્ય સાથે છેડા, સામે આવ્યું આ મોટું કૌભાંડ

રાજ્યમાં કૌભાંડો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કૌભાંડ સામે આવતા રાજ્ય સરકારની શાખ દાવ પર લાગી છે.
હવે આ કૌભાંડના ભરડામા દેશની સુરક્ષા કરતા જવાનોનો વારો આવ્યો છે. ગાંધીનગર ખાતેના બીએસએફ કેમ્પમાં 170 કિલો નકલી ઘી પધરાવાવનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર નજીક આવેલા બીએસએફ કેમ્પમાંથી નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે.

કાલુપુરના શેરાવાલી ટ્રેડર્સ સામે ગુનો દાખલ

આ નકલી ઘીની તપાસ કરતા અમૂલ કંપનીના નામથી આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. અમૂલ ડેરીએ આ ઘીના રિપોર્ટ કર્યા બાદ આ ઘી નકલી હોવાનું સામે આવ્યું છે. અમૂલ કંપનીએ નકલી ઘી હોવાનું કહેતા કેમ્પના આસિસન્ટ કમાન્ડટે ચિલોડા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે કેમ્પમાં ઘીનો જથ્થો પહોંચાડનાર અમદાવાદના કાલુપુરના શેરાવાલી ટ્રેડર્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સુરત ફાયર વિભાગનો સપાટો, 430થી વધુ એકમોને સીલ કરતા વેપારીમાં ફફડાટ

Nilesh Jethva

પ્રિયંકા ગાંધી લાશો પર કરી રહ્યા છે રાજનીતિ, કોંગ્રેસની માનસિકતા પહેલાથી આવી

Arohi

રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન, દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી મળી રાહત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!