GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

જેને 21 વર્ષ સુધી ભારતે એક પણ મેચ ન રમાડ્યો તેને સાઉથ આફ્રિકાએ પોતાનો કોચ બનાવ્યો

664 રનનો કિર્તીમાન સચિન અને કામ્બલીએ બનાવ્યો હતો. વિકેટ પડી જ નહોતી. આ મેચના પવેલિયન તરફ નજર કરવામાં આવે તો ત્યાં એક છોકરો બેઠો બેઠો રાહ જોઈ રહ્યો હતો. તેના પગમાં પેડ બાંધેલા હતા. અને બસ રાહ જ જોતો રહ્યો. એ છોકરાનું નામ અમોલ હતું.

11 નવેમ્બર 1974 મુંબઈમાં જન્મેલા અમોલના જીવનમાં ક્રિકેટ હંમેશાંથી જોડાયેલું રહ્યું હતું. સચિનની માફક જ તે પણ રમાકાંત આચરેકરનો વિદ્યાર્થી હતો. 14 વર્ષની ઉંમરે તે મુંબઈ તરફથી રમવા લાગ્યો હતો. વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અંડર-15 કેટેગરીમાંથી સૌરાષ્ટ્ર તરફથી તેણે પોતાનો પહેલો મેચ રમ્યો. પ્રથમ મેચમાં જ તેણે સેન્ચુરી ફટકારી દીધી. નોટઆઉટ 125 રન બનાવ્યા હતા. અનુભવ હોવા છતાં અમોલ મજમુદારની કિસ્મત ખુલી નહોતી રહી. તેની કરિયર પર એક નજર કરીએ.

  • 1991માં મુંબઈ માટે અંડર-16 રમ્યું અને ત્રણ સેન્ચુરી ફટકારી, જેમાંથી ત્રીજી ટ્રીપલ સેન્ચુરી હતી
  • 1992માં મુંબઈ અંડર-19 ટીમમાં પસંદગી થઈ અને ત્રણ સેન્ચુરી મારી
  • 1994માં અંડર-19 ચિદમ્બરમ ટ્રોફી રમાઈ. અમોલે એક જ ટૂર્નામેન્ટમાં પાંચ સેન્ચુરી ફટકારી દીધી
  • 12 ફેબ્રુઆરી 1994ના રોજ અમોલે પહેલાં જ મેચમાં 260 રન ફટકારી દીધા. જે એ સમયનો રેકોર્ડ હતો જેને તોડતા 2018 સુધી રાહ જોવી પડી. 2018માં અજય રોહેરાએ તેનો રેકોર્ડ તોડ્યો.
  • 1994 પૂર્ણ થતા થતા ઈન્ડિયાની અંડર-19 ટીમમાં સમાવેશ થઈ ગયો. એ સમયે તેની સાથે વીવીએસ લક્ષ્મણ હતો. ઈંગ્લેન્ડ ટૂર પર ટીમ ગઈ જ્યાં અમોલે એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી
  • 1995નું વર્ષ તેના માટે સૌથી સફળ રહ્યું હતું. 15 મેચમાં 1068 રન બનાવ્યા હતા. એ પણ 50ની એવરેજથી.

ફસ્ટ ક્લાસ

આગળ જઈને તેણે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં અઢળક રન બનાવ્યા. 11,167 રન. જેમાં તેની 48થી વધારેની એવરેજથી રન બનાવ્યા હતા. 21 વર્ષ સુધી ભારતીય ટીમમાં એન્ટ્રી મેળવવાના સપનાં જોઈ રહેલા અનમોલે ફર્સ્ટ ક્લાસમાં 30 સેન્ચુરી અને 60 હાફ સેન્ચુરી ફટકારી હતી. જે રેકોર્ડ બાદમાં વસીમ ઝાફરના નામે બોલાયો. અમોલ રણજી ટ્રોફીનો કેપ્ટન પણ રહ્યો અને ટીમને ટ્રોફી પણ જીતાવી હતી.

અમોલ મુજુમદાર સૌથી બદકિસ્મત ક્રિકેટર રહ્યો હતો. જ્યારે તેનો પ્રાઈમ ટાઈમ ચાલી રહ્યો હતો ત્યારે તેની સાથે અઢળક ખેલાડીઓ ચમકી રહ્યા હતા. એક સાથે ટેલેન્ટનો વિસ્ફોટ થઈ રહ્યો હતો. સચિન અને કામ્બલી બાદ તેને બેટીંગમાં ઉતરવાનું હતું જે માટે તેણે બે દિવસ રાહ જોઈ. જો કે આવું પહેલી વખત નહોતું થયું. 1995માં ઈન્ડિયા-એ ટીમમાં જ્યારે તેની પસંદગી થઈ તેમાં રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ હતા. જેમાં લક્ષ્મણ અને દ્રવિડ ટેસ્ટમાં કમાલ કરી રહ્યા હતા. તો ગાંગુલી વનડ઼ેમાં. જ્યારે મુજુમદાર માટે ટીમ ઈન્ડિયાની જર્સી ખૂબ દૂર હતી.

થોડાં સમય બાદ રવિ શાશ્ત્રી અને નવજોત સિંહ સિદ્ધુએ રિટાયર્ટમેન્ટ લીધી અને મધ્યક્રમમાં વેકેન્સી બહાર પડી. એપ્લાઈ માટે દુલીપ ટ્રોફીની ટેસ્ટ પાસ કરવાની હતી. ફરી લક્ષ્મણ, દ્રવિડ અને ગાંગુલી ચમક્યા. ત્રણે એક જ વર્ષમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી લીધી. અમોલ રહી ગયો. આ ત્રણની એન્ટ્રી બાદ કોઈ અન્યની એન્ટ્રી લાંબા સમય સુધી થઈ નહીં. અમોલ ડોમેસ્ટીક ક્રિકેટ રમતો રહ્યો. શ્રેષ્ઠ પ્રદર્શન કરતો રહ્યો. 15 વર્ષ બાદ મુંબઈ માટે રમ્યો. બાદમાં આસામ અને આંધ્રપ્રદેશ માટે. 2013માં તેણે છેલ્લી મેચ રમી અને બાદમાં રિટાયર્ટમેન્ટ લઈ લીધી.

કોચિંગ કરિયર

  • નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ભારતની અંડર-19 અને અંડર-23 ટીમનો કોચ બન્યો.
  • ડિસેમ્બર 2013માં નેધરલેન્ડની ટીમનો બેટીંગ કોચ બન્ય
  • આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો બેટીંગ કોચ રહ્યો.
  • અને હવે સાઉથ આફ્રિકાની ટીમને કોચિંગ આપવાનો મોકો મળ્યો છે. અલબત્ત જેનાથી તેણે કમાલ દાખવી છે એ એટલે કે બેટીંગ કોચ.

READ ALSO

Related posts

કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યો, ટેસ્ટ રેન્કિંગમાં રેન્કિંગમાં ગુજરાત ચોથા સ્થાને

pratik shah

યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો થઇ જાહેર, આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

Bansari

કોરોના નહી રોકી શકે ભારતના રાફેલની ઉડાન, નિશ્વિત સમયે જ ફાઇટર જેટની સપ્લાય કરશે ફ્રાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!