GSTV

એઇડ્સ અંગે જાગૃતિ કેળવવામાં એએમસી તંત્ર થયું સફળ સાબિત, ચાલુ વર્ષે અમદાવાદમાં એચઆઇવીનો એક પણ કેસ નહીં

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

સમગ્ર વિશ્વ 1 ડિસેમ્બરે એઇડ્સ દિવસની ઉજવણી કરે છે. એઇડ્સને અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરી કરવામાં આવે છે, જેના કારણે અમદાવાદમાં એચઆઇવી દર્દીની સંખ્યા ઘટી છે. એઇડ્સ અંગે જાગૃતિ કેળવવામાં એએમસી તંત્ર હાલ સફળ સાબિત થયું છે. હાલ એઇડ્સના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.

AIDS

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એઇડ્સ જાગૃતિ અંગે અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેનું હકારાત્મક પરિણામ એ આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં ક્રમશઃ એઇડ્સના કેસોમાં ઘટાડો આવ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદમાં સેક્સ વર્કર, ટ્રકર અને ટ્રાન્સજેન્ડરમાં એચઆઇવીનો એક પણ કેસ નહીં. એઇડ્સનાં દર્દીઓની વાત કરીએ તો વર્ષ ૨૦૧૩-૧૪ ના કેસની સરખામણીએ 2021 ના વર્ષમા સંખ્યા મુજબ ટકાવારીની જો વાત કરીએ તો

  • સેક્સ વર્કર ૦.૧૯ ટકા ૦.૨૫ ટકા
  • એમ.એસ.એમ ૦.૧૭ ટકા ૦.૨૫ ટકા
  • આઇડીયૂ ૪.૮૪ ટકા ૦.૩૦ ટકા
  • ટ્રાન્સજેન્ડર ૦.૮૫ ટકા ૦.૦૦ ટકા
  • માઇગ્રન્ટ ૦.૨૨ ટકા ૦.૧૧ ટકા
  • ટ્રકર ૦.૪૯ ટકા ૦.૦૦ ટકા

એચ.આઈ.વી તપાસની સેવાઓમાં એચ.આઈ.વીનું પ્રમાણ :

વર્ષ ૨૦૧૫-૧૬માં ૧.૪૧ ટકા હતું જે ઘટીને વર્ષ ૨૦૨૦-૨૧માં ૦.૬૨ ટકા થયું. સગર્ભા માતામાં ૨૦૧૫-૧૬માં ૧.૪૧ ટકા હતું, જે ઘટીને વર્ષ ૨૦૨૦-૨૧માં ઘટીને ૦.૦૪ ટકા થયું. વર્ષ 2030 સુધીમાં એઇડ્સનો અંત લાવવાનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એઇડ્સ કંટ્રોલ સોસાયટી છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદ શહેરમાં એચ.આઈ.વી એઇડ્સ નિયંત્રણની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં ૨૧ જગ્યાએ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત છે.

Read Also

Related posts

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!