GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

પૃથ્વીના ફેફસા તરીકેની ઓળખ ધરાવતું એમેઝોન જંગલ આટલા લાખ વર્ગ કિમીમાં છે ફેલાયેલું

બ્રાઝીલના એમેઝોન જંગલને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે કારણકે આ જંગલ ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંની હરિયાળીથી સમગ્ર દુનિયાને 20 ટકા જેટલો ઓક્સિજન મળી રહે છે. ચારે તરફ લીલીછમ હરિયાળી અને અલભ્ય પશુ-પક્ષીઓનો વસવાટ. એમેઝોનના જંગલોનો આ નજારો તમામ જંગલ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આહલાદક છે.

દરેક વન્ય પ્રેમીની એક ઇચ્છા હોય કે તે એમેઝોનના જંગલોનો પ્રવાસ ખેડે. આ ઉપરાંત એમેઝોનના જંગલોની એવી પણ કેટલીક ખાસિયતો છે કે જેને જાણીને તમને પણ નવાઇ લાગશે. એમેઝોનનું જંગલ 55 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ યુરોયીન યુનિયનના દેશોના ક્ષેત્રફળથી આશરે દોઢ ગણું મોટું છે.એમેઝોનના જંગલને દુનિયાનું ફેફસા કહેવામાં આવે છે.કારણ કે તે દુનિયામાં રહેલા ઓકસીઝનનો 20 ટકા હિસ્સો ઉત્સર્જિત કરે છે.

એમેઝોનમાં 16 હજાર જુદા જુદા વૃક્ષોની પ્રજાતિ છે. અહીંયા આશરે 39 હજાર કરોડ વૃક્ષો છે.. તેમજ 25 લાખથી વધુ જુદા જુદા જીવ જંતુઓની પ્રજાતિ પણ મળી આવે છે. એમેઝોનના જંગલોમાં 400થી 500થી વધુ આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેમાંથી આશરે 50 ટકા આદિવાસી પ્રજાતિઓએ તો ક્યારેય પણ બહારની દુનિયાનો સંપર્ક પણ નથી કર્યો.

એમેઝોનનું જંગલ પોતાના પેટાળમાં એવી બધી વસ્તુઓને સાચવીને બેઠું છે કે જે માનવ માટે હજુ પણ કોયડા સમાન છે. સાથે આ જંગલો જળવાયુને પણ નિયંત્રીત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.. વૈજ્ઞાનિકો મુજબ જો આ વન ક્ષેત્ર ખતમ થઇ જશે તો તેની દુનિયા ઉપર ખરાબ અસર પડશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં વધુ એક આગની ઘટના: નારોલની કાપડની કંપનીમાં લાગી આગ, ફાયરનો એક જવાન ઘાયલ

Bansari

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari

કોરોનાએ અમેરિકામાં મચાવી તબાહી : 50 લાખ લોકોને કરી ચૂક્યો છે સંક્રમિત, 1.63 લાખથી વધુ લોકોના હરી ગયો પ્રાણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!