GSTV

વિદ્યાર્થી આગેવાન હાર્દિક પ્રજાપતિની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, મે કોઈને ફોન કરીને નહોતા બોલાવ્યા

Last Updated on December 7, 2019 by

આંદોલનમા સમજ્યા વિચાર્યા વગર જોડાઈ જતા યુવાનો માટે એક સૂચક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. તાજેતરમાં ગાંધીનગરમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરિતી મામલે હાર્દિક પ્રજાપતિ અને યુવરાજ સિંહે આગેવાની લીધી હતી. પ્રથમ તેઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યુ હતુ. પરંતુ બાદમાં એસઆઈટી રચાતા આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓ હાર્દિકને આ મામલે સવાલ કરી રહ્યા છે કે પરીક્ષા રદ્દ થશે કે કેમ.

એક કથિત ઓડિયો ક્લીપમાં હાર્દિક વિદ્યાર્થીને જણાવે છે કે કોઈને ફોન કરીને આંદોલન માટે બોલાવાયા ન હોતા. મારા હાથમાં કંઈ નથી. મારા હાથમાં હોત તો હુ કોલ લેટર જ આપી દેત. આ ઓડિયો ક્લીપ યુવાનો માટે એટલા માટે સુચક છે કે સમજ્યા વિચાર્યા વગર નેતાઓની પડખે ઉભા રહીને આંદોલનમાં જોડાયા બાદ નેતાઓ આંદોલનકારીઓ માટે શું વિચારે છે તેનો આ તાજુ ઉદાહરણ છે. લોકોનો સપોર્ટ લઈને પોતાના હિતોને સંતોષતા નેતાઓ સામે વિદ્યાર્થીઓએ ચેતી જવાની જરૂર છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!