અમદાવાદ કોર્પોરેશન છે કે પછી દંગલનું મેદાન, પત્રકારો સાથે ભાજપ કોર્પોરેટર્સની બોલાચાલી

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સામાન્ય રીતે શાશક પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થતો હોય છે. પરંતુ રવિવારે મળેલી બજેટ બોર્ડ બેઠકમાં મીડિયાકર્મીઓ અને ભાજપના કોર્પોરેટર વચ્ચે બબાલ થઇ હતી. વાત જાણે એમ હતી કે બજેટ બોર્ડ બેઠકમાં જનરલ બજેટ અંગે વિપક્ષના નેતા દિનેશ શર્મા બોલી રહ્યાં હતાં. ત્યારે ભાજપના સાબરમતીના કોર્પોરેટર ચેતન પટેલે મીડિયા ખોટું લખશે તેવી ટીપ્પણી કરી હતી.

આ ભાજપના કોર્પોરેટર ચેતન પટેલના આવા વર્તનથી મીડિયાકર્મીઓ રોષે ભરાયા. અને કોર્પોરેટર તેમના શબ્દો પાછા ખેંચી બોર્ડમાં મેયર સામે માંફી માંગે તેવી માગ કરી. જોકે નવાઇની વાત તો એ છે કે કોર્પોરેટરની ભૂલ છતાં પણ મેયરે તેમને ઠપકો આપ્યો નહીં. સામાન્ય ટિપ્પણી અંગે મેયર વિપક્ષી સભ્ય પાસે માફી મંગાવે છે. પણ તેમના પક્ષની વાત આવી તો વર્તન બદલાઇ ગયુ. આમ મેયરનું ડબલ સ્ટાન્ડર્ડ સામે આવ્યું. મેયરે તો કંઈ ન કર્યું, પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે દિલગીરી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter