GSTV
Home » News » બજેટમાં મોદી સરકાર ખેડૂતોને કરશે ખુશખુશાલ : જાણો એવી કઈ યોજના છે જેની પાછળ ખર્ચવાની છે 14 લાખ કરોડ રૂપિયા

બજેટમાં મોદી સરકાર ખેડૂતોને કરશે ખુશખુશાલ : જાણો એવી કઈ યોજના છે જેની પાછળ ખર્ચવાની છે 14 લાખ કરોડ રૂપિયા

આવતીકાલે મોદી સરકારનું બજેટ રજૂ થશે. દર વર્ષે ખેડૂતો માટે બજેટમા લ્હાણી થતી હોય છે. કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાનો આધાર છે. કૃષિક્ષેત્ર સાથે 14 કરોડ લોકો જોડાયેલા હોવાથી આ સેક્ટરના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી. સરકાર દર વર્ષે ખેડૂતોને અપાતા ધિરાણના આંકમાં વધારો કરતી જાય છે. આવતીકાલે ખેડૂતો માટે 14 લાખ કરોડ રૂપિયાથી વધુના ધિરાણની જાહેરાત થવાની પૂરી સંભાવના છે. ખેડૂતોની આવક ભલે વધે કે ન વધે પણ સરકારે ખેડૂતોને અપાતા ધિરાણના આંકમાં મસમોટો વધારો કરી દીધો છે. સરકારે વર્ષ 2019-20માં 13.50 લાખ કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા હતા. દિવસેને દિવસે

13.50 લાખ કરોડે પહોંચ્યો આંક

કૃષિ ધિરાણ એટલે ખેડૂતો ખેતી માટે દર વર્ષે બેન્કોમાંથી ધિરાણ લે છે. કૃષિ ઘિરાણનો આંક 2001-02માં 53 હજાર કરોડ રૂપિયા હતો. જે વધીને 13.50 લાખ કરોડ રૂપિયાએ પહોંચતાં દેવાદાર ખેડૂતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ખેડૂત વાર્ષિક 2 લાખ રૂપિયા તો સરકારી દેવું કરે છે. કૃષિક્ષેત્ર એ દેશના અર્થતંત્રનો આધાર હોવાથી બેન્કોએ ફરજિયાત કુલ લોનના 18 ટકા કૃષિ સેક્ટરમાં નિવેશ કરવું પડે છે. હવે સવાલ એ છે કે આ ધિરાણ નાના અને સિમાંત ખેડૂતોને જાય છે કે ખેડૂતોના નામે મોટા કંપનીઓ ચરી જાય છે. વર્ષ 2016ના આરબીઆઈના આંક જોઈએ તો કૃષિ ધિરાણના નામે પબ્લીક સેક્ટરની બેન્કોએ 78,326 ખાતાઓમાં 25 લાખથી લઇને 25 કરોડ સુધીનું ધિરાણ આપ્યું હતું. ખેડૂતોના નામે કૃષિ સંલગ્ન કંપનીઓ સસ્તા ધિરાણનો ફાયદો ઉઠાવે છે. લાભ લેનાર ખેડૂતોની સંખ્યા સામે કૃષિ ધિરાણનો આંક દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. સરકાર ધિરાણ આપી વાહવાહી તો કરી રહી છે પણ એ સમજવું પણ જરૂરી છે કે ખેડૂત દેવાના બોજતળે દબાઈ ના જાય. વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા કૃષિ ધિરાણનો આંક વધી રહ્યો છે.

  • કૃષિ ધિરાણનો આંક આ વર્ષે 13.50 લાખ કરોડે પહોંચશે
  • બેન્કોને કુલ લોનના ફરજિયાત 18 ટકા કૃષિ સેક્ટરમાં કરવું પડતું ધિરા
  • 2016માં દેશમાં 11,397 ખેડૂતોએ કરી હતી આત્મહત્યા
  • વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા વધતો કૃષિ ધિરાણનો આંક

સરકાર ખેડૂતોની આવક વર્ષ 2022માં ડબલ કરવા માગે છે એટલે ખેડૂતોને છૂટા હાથે ધિરાણનો લાભ આપી રહી છે એવું ના બને કે ખેડૂતો દિવસેને દિવસે બેન્કોના દેવાદાર બનતા જાય. કૃષિ ધિરાણ એ ખેતી માટે અગત્યનો સ્ત્રોત છે. બેન્કો ખરીફ અને રવી સિઝનમાં વાવેતર માટે ધિરાણ આપતી હોય છે. જે માટે ખેડૂતોને 7 ટકાના દરે ધિરાણ મળે છે. કૃષિક્ષેત્રમાં પ્રગતિ માટે ખેડૂતોને ખેતીખર્ચ પેટે બેન્ક લોન આપવી જરૂરી છે પણ છેલ્લા 3થી 4 વર્ષમાં ખેડૂતોને અપાતા ધિરાણમાં તોતિંગ વધારો થયો છે. વર્ષ 2016-17માં 10.65 લાખ કરોડ રૂપિયા અપાતો કૃષિ ધિરાણનો આંક વર્ષ 2019-20માં વધીને 13.50 લાખ કરોડે પહોંચ્યો છે. સરકાર દર વર્ષે એક લાખ કરોડ રૂપિયાનો કૃષિ ધિરાણમાં વધારો કરે છે.

વર્ષ સરકારી કો.ઓપરેટિવ બેન્ક કમર્શિયલ બેન્ક કુલ
2012-13 1,11,203 63,681 4,32,491 6,07,375
2013-14 1,19,964 83,652 5,09,005 7,11,621
2014-15 1,38,469 1,024,483 5,99,691 8,40,643
2015-16 1,53,300 1,19,300 6,43,000 9,15,500
2016-17 1,42,800 1,23,200 7,99,800 10,65,800

કૃષિ ક્ષેત્રમાં ઊંચી ઉત્પાદકતા અને કુલ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ધિરાણ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. લઘુ સમયગાળાનાં પાક ધિરાણ પર ખેડૂતોને આપવામાં આવતી વ્યાજ સહાયતાથી પેદાં થતી વિવિધ જવાબદારીઓ અદા કરવા માટે સરકાર ખેડૂતો માટે પાક ધિરાણ આપે છે. તેની સાથે પાકની લણણી પછી સંગ્રહ સંબંધિત ઋણ દેશનાં ખેડૂતોની એક મહત્ત્વપૂર્ણ આંતરિક જરૂરીયાતને પૂર્ણ કરે છે. મુખ્યત્વે નાના અને સીમાંત ખેડૂતો ધિરાણ કે ઋણ લેતા હોય છે.

સંસ્થાગત ધિરાણ ખેડૂતોને ધિરાણનાં બિનસંસ્થાગત સ્રોતથી અલગ રાખવામાં મદદ કરે છે. જ્યાં તેઓ ઊંચા વ્યાજદરે ઋણ લેવા માટે મજબૂર હોય છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત પાક વીમો, પાકનાં ઋણ સાથે સંબંધિત છે. એટલે ખેડૂત પાક ધિરાણનો ફાયદો ઉઠાવી સરકારની બંને અનુકૂળ પહેલનો લાભ ઉઠાવી શકે છે. સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવા ઇચ્છે છે. આ માટે બિયારણથી લઈને બજાર સુધી સરકારે તમામ પ્રકારની પહેલ કરી છે. સંસ્થાગત સ્રોતોમાંથી સોઇલ હેલ્થ કાર્ડ, ઇનપુટ વ્યવસ્થા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય), પીએમએફબીવાય, ઇ-નામ જેવા સરકારી પ્રયાસોમાં ‘પર ડ્રોપ મોર ક્રોપ’ને આવશ્યક ધિરાણ મળે છે.

હાલમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ 7 ટકાના વર્ષના વ્યાજ પર મળે છે. જે પણ ખેડૂતો આ લોનને સમય પર ભરે છે તેમને ત્રણ ટકાની સબસીડી મળે છે. આ રીતે ખેડૂતો પર માત્ર 4 ટકા વ્યાજનો ભાર પડે છે. પરંતુ જો કોઇ ખેડૂત વર્ષના 3 લાખ રૂપિયાનું ધિરાણ લઇને સમય પર તે ધિરાણની રકમ ભરે છે તો તેને લગભગ 12 હજાર રૂપિયાની બચત થશે. સરકારે વર્ષ 2018 – 19માં ખેડૂતોને 11 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. ગત નાણાકીય વર્ષ 2017-18માં ખેડૂતોને સરકારે 11.69 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું. જે ગત્ત નાણાકીય વર્ષમાં રાખવામાં આવેલા 10 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યથી 1.69 લાખ કરોડ રૂપિયા વધારે હતું.

કેન્દ્ર સરકારે વર્ષ 2014-15માં 8.50 લાખ કરોડ રૂપિયા કૃષિ ધિરાણ આપવાની ઘોષણા કરી હતી. વર્ષ 2018-19માં આ આંક 11 લાખ કરોડે પહોંચ્યો હતો. આ વર્ષે સરકારના અંદાજ અનુસાર 13.50 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ અપાશે. સરકારે 30 ઓગસ્ટ સુધી ખેડૂતોને 6.96 લાખ કરોડ ચૂકવી પણ દીધા છે. વર્ષ 2016-17માં 9 લાખ કરોડ રૂપિયા ચૂકવાયા હતા. દેશમાં ખેડૂતોની સંખ્યા 14 કરોડની આસપાસ છે. જેમાં 6.95 કરોડ ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ એક્ટિવ છે. જેઓને સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન 4 ટકાના ધિરાણના દરે આપે છે.

કૃષિ મંત્રી રૂપાલાએ એ સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોને 4 ટકાના દરે કૃષિ કાર્યો માટે ધિરાણ અપાય છે. જેમાં કૃષિ વેપાર સામેલ નથી. ખેડૂતોએ વ્યાજે પૈસા લઇને ખેતી ન કરવી પડે માટે ખેડૂતોને સસ્તા વ્યાજે ધિરાણ અપાય છે. કૃષિમંત્રીએ ખેડૂતોની આત્મહત્યાના કેસ સંબંધિત ખુલાસો કરતાં જણાવ્યં્ હતું કે, વર્ષ 2015માં કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા 12,602 ખેડૂતો અને શ્રમિકોએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2016માં આ આંક 11,379 ખેડૂતોનો હતો. વર્ષ 2017થી આગળનો રિપોર્ટ હજુ પ્રસિદ્ધ થયો જ નથી.

ખેડૂતો જે પ્રકારે બેન્કમાંથી ધિરાણ લે છે તેની તુલના કરીએ તો 2016માં ખાનગી અને કો ઓપરેટિવ સેક્ટરમાંથી 6.33 કરોડ ખેડૂતોએ ધિરાણ લીધુ હતું. ખેડૂતો આ ધિરાણ 25 હજારથી લઈને 25 કરોડ સુધીનું લે છે. બેન્કો માટે એવા આક્ષેપો છે કે, બેન્કો ધિરાણનો ક્વોટા પૂરો કરવા માટે કૃષિ સંલગ્ન કંપનીઓને સસ્તી લોન પધરાવે છે. બેન્ક પાસે 5 ટકા સુધીની સત્તા હોય છે. કૃષિ સંલગ્ન કંપનીઓને ધિરાણ કરવાની. જેનો બેન્કો ફાયદો ઉઠાવે છે. 5 કરોડથી લઇને 25 કરોડ કૃષિ ધિરાણમાં ધીમેધીમે વધારો થયો છે. વર્ષ 2016માં 2,396 ખાતાઓમાં બેન્કોએ 5 કરોડથી લઇને 25 કરોડ સુધીનું ધિરાણ આપ્યું હતું. હાલમાં આ આંક 3,000 ખાતાએ પહોંચવાની પૂરી શક્યતા છે.

આરબીઆઈના નિયમો અનુસાર બેંકોને કુલ લોનના 18 ટકા હિસ્સો કૃષિ લોન તરીકે ફરજિયાત આપવાનો હોય છે. જેમાં 8 ટકા આ લોન ફક્ત નાના અને સિમાંત ખેડૂતો માટે હોય છે. કેટલીક બેન્કો આ લોન મોટી મોટી એગ્રી બિઝનેસ કંપનીઓને સસ્તા દરની લોન આપી પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે. 2001-02માં 54,352 કરોડ રૂપિયા કૃષિ ધિરાણ અપાતું હતું. વર્ષ 2018-19માં આ ખેડૂતોને અપાતું ધિરાણ 11 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. હાલમાં આ આંક 13.50 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. કૃષિ ધિરાણ લઇને ખેડૂતો દર વર્ષે ખેતી કરતા હોય છે. કૃષિક્ષેત્રમાં સૌથી વધારે પૈસા કૃષિ ધિરાણમાં ફાળવાય છે. ખેડૂતો બેન્કોમાંથી 7 ટકાના દરે પૈસા લઇને ખેતી કર્યા બાદ આ પૈસા જમા કરાવતા હોય છે. ગુજરાતમાં તો સરકારે 3 ટકામાં પણ માફી આપી હોવાથી ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી 0 ટકાના વ્યાજે કૃષિ ધિરાણ મલી રહ્યું છે. દેશમાં ખેડૂતો દેવાદાર બનતા જતા હોવાની બાબતો વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે, દર વર્ષે ખેડૂત પોતાના માથે 2 લાખ રૂપિયાનું સરકારી દેવું ચડાવે છે. જે સરકાર જ આપે છે.

READ ALSO

Related posts

ખોટનો ધંધો સાબિત થઈ રહી છે AMTS, બજેટ બેઠકમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Nilesh Jethva

ઓવૈસીના મંચ પર અચાનક ધસી આવેલી યુવતીએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા

Pravin Makwana

અનોખો રિવાજ: લગ્ન પછી 3 દિવસ સુધી નવવિવાહીતને શૌચાલય જવા પર પ્રતિબંધ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!