GSTV
Home » News » ચાબહાર પોર્ટ પર ભારત,અફઘાનિસ્તાન અને ઈરાનના અધિકારીઓ વચ્ચે સંમતિ સધાઇ

ચાબહાર પોર્ટ પર ભારત,અફઘાનિસ્તાન અને ઈરાનના અધિકારીઓ વચ્ચે સંમતિ સધાઇ

વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટ પર ભારત, અફઘાનિસ્તાન અને ઈરાનના અધિકારીઓની એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક સોમવારે યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય દેશોની વચ્ચે વેપાર અને કોરિડોર માટે સંમતિ સધાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે સંયુક્ત સચિવ અથવા મહાનિદેશક સ્તરની ત્રિપક્ષીય ચાબહાર સમજૂતીના અમલીકરણ માટે સમિતિની પહેલી બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ કંપનીએ પોતાનું કાર્યાલય ખોલ્યું અને ચાબહારમાં શહીદ બેહસ્તી પોર્ટનું સંચાલન શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચાબહાર પોર્ટના માધ્યમથી આંતરરાષ્ટ્રીય આવાગમન અને પરિવહન માટે ત્રિપક્ષીય સમજૂતીના સંચાલન પર ત્રણયે પક્ષો વચ્ચે સકારાત્મક અને રચનાત્મક ચર્ચા થઈ છે.

તેમણે ત્રણેય દેશો વચ્ચે વેપાર અને આવાગમન કોરિડોર માટે માર્ગો પર સંમતિ વ્યક્ત કરી છે. તેના ઝડપથી આખરી ઓપ આપવા માટે, આવાગમન, સડકો, રીતિ-રીવાજ અને કોન્સુલર મામલામાં સામંજસ્ય સ્થાપિત કરવા માટે પ્રોટોકોલ પર સંમતિ સધાઈ હતી. 26 ફેબ્રુઆરી-2019ના રોજ ચાબહારની ક્ષમતાને પ્રોત્સાહિત કરવા અને તેને લોકપ્રિય બનાવવા માટે એક કાર્યક્રમ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

માર્ગોને આકર્ષક બનાવવા, લોજિસ્ટિક પડતરને ઓછી કરવા અને ચાબહાર સમજૂતીના સુચારું સંચાલન માટે માર્ગ પ્રશસ્ત કરવાના ઉપાયોના નિર્ધારણ માટે એક અભ્યાસ પણ શરૂ કરવામાં આવશે. સચિવો અથવા નાયબ પ્રધાનોના સ્તર પર સમન્વય પરિષદની બીજી બેઠક બાદ આગામી સમિતિની બેઠક ભારતમાં આયોજીત કરવામાં આવશે.

READ ALSO

Related posts

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

NIsha Patel

લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

NIsha Patel

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!