GSTV

17 જાન્યુઆરીથી થશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એજન્ડા સમિટ શરુ, વિશ્વભરના મોટા નેતાઓ કરશે તેમના વિઝનને શેર

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસમાં આગામી 17 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એજન્ડા સમિટને સંબોધિત કરશે. 17 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ દિવસીય સમિટમાં વડાપ્રધાન મોદી પ્રથમ દિવસે જ સંબોધિત કરશે. આ ઉપરાંત અન્ય વૈશ્વિક નેતાઓ પણ વર્ષ 2022 માટે તેમના વિઝનને શેર કરશે.

કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વાર્ષિક બેઠકનું સીધું આયોજન રદ કરવું પડ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ સતત બીજી વખત છે જ્યારે કોરોનાને કારણે દાવોસ એજન્ડા સમિટનું ઓનલાઇન આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022ની વાર્ષિક બેઠક આ વર્ષના અંતમાં યોજાય તેવી શક્યતા છે.

Davos 2022 Forum: Working together to regain trust

આ કાર્યક્રમની જાહેરાત કરતા વર્લ્ડ ઈકોનોમિક ફોરમે કહ્યું કે, દાવોસ એજન્ડા 2022 એ પહેલું વૈશ્વિક મંચ હશે જ્યાં વિશ્વભરના મોટા નેતાઓ આ વર્ષ માટે તેમના વિઝનને શેર કરશે. આ કાર્યક્રમની થીમ વિશ્વની સ્થિતિ રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો, યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, યુએસના નાણા પ્રધાન જેનેટ યેલેન તેમજ અન્ય વૈશ્વિક નેતાઓ સંબોધિત કરશે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!