GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જળવાયુ પરીવર્તનની માઠી અસર જીવસૃષ્ટિ પર, સમુદ્રી પ્રજાતિઓને વધુ જોખમ…

જળવાયુ પરીવર્તનની માઠી અસર  પૃથ્વી પરની જીવસૃષ્ટિને થવા લાગી છે. જીવોમાં વાતાવરણ મુજબનું સ્થળ શોધવા સ્થળાંતર વધી ગયું છે. આ બાબતે જમીન પર રહેતા જીવો જ નહી સમુ દ્રી જીવોની  સ્થિતિ પણ ગંભીર છે. સમુદ્રના પરવાળાનું અસ્તિત્વ પાણીનું તાપમાન અને પ્રદૂષણ વધવાથી જોખમમાં છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જો દરિયાનું તાપમાન બે ડિગ્રી વધશે તો મોટા ભાગના કોરલ જીવતા રહેશે નહી. કોરલએ દરિયાઇ જીવ સૃષ્ટિના ખોરાકની ખૂબજ મહત્વની કડી છે એ જોતા તેનું અસ્તિત્વ નહી રહે તો માછલીઓ અને સમુદ્રની સેંકડો વનસ્પતિઓ ખતમ થઇ જશે.

સારસ અને અન્ય પ્રવાસી પક્ષીઓ પણ બદલાતા હવામાન સાથે પોતાનું અસ્તિત્વ ટકાવવા પ્રયાસરત છે. પહેલા પ્રવાસી પક્ષીઓ શિયાળાનો સમય આફ્રિકામાં ગાળતા કારણ કે અહીં પ્રચૂર માત્રામાં ખોરાક પણ મળી રહેતો હતો. હવે તેઓ પ્રવાસ કરવાનું ટાળીને પોતાના મૂળ સ્થાને જ રહેવા લાગ્યા છે. તેમના આ વર્તાવની અસર આફ્રિકાની ઇકો સિસ્ટમ પર થવા લાગી છે. મેદાની વિસ્તારમાં ઝેબા અને નીલગાય હંમશા વરસાદના આધાર પોતાનો વિસ્તાર બદલતા રહે છે.

આ ઘાસના મેદાનોમાં અછતની સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તેવામાં ઠેર ઠેર પાણી માટે ભટકતા રહે છે. પાણી શોધવાના પ્રયાસમાં તે રસ્તો ભૂલીને માણસોની વસાહતમાં પહોંચી જતા હોવાથી  મેન વર્સિસ વાઇલ્ડની સ્થિતિ પણ ઉભી થાય છે. વધતું જતું તાપમાન આફ્રિકી દેશ તાંઝાનિયાના સેરેંગટી વિસ્તારની ઇકો સિસ્ટમ પર વિપરીત અસર દેખાડવા લાગ્યું છે.

વધુ ગરમી અને ઓછા વરસાદના કારણે  ખોરાક પર અસર પડવાથી વૃક્ષો પ્રતિકાર ક્ષમતા ઘટી રહી છે. જળવાયુ પરીવર્તનના કારણે જીવોની લાખો પ્રજાતિઓ લૂપ્ત થવાના આરે છે.

READ ALSO

Related posts

સાબરડેરીએ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરતા ઠેર ઠેર વિરોધ, પશુપાલકોએ આપી આ ચીમકી

Nilesh Jethva

વાહ રે ગુજરાત સરકારનું મેનેજમેન્ટ, પરિવાર મૃતદેહ લેવા 12થી 14 કલાક સુધી સિવિલોના ખાય છે ધક્કા

Harshad Patel

JEE-NEETની પરિક્ષા માટે એપ્લીકેશન વિંડો ખુલ્લી, બદલી શકો છો તમારૂ પરિક્ષા કેન્દ્ર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!