GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

લાઇમલાઇટથી દૂર રહે છે આ બોલીવુડ એક્ટ્રેસના ભાઇ, તેમ છતાં કરે છે કરોડોની કમાણી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઇ-બહેનની કેટલીક જોડીઓ એવી છે જે લાઇમલાઇટમાં રહે છે. આ જોડીયોમાં કોઇનો ભાઇ સ્ટાર છે તો કોઇની બહેન એક્ટ્રેસ છે. કેટલાંક ભાઇ-બહેન એવા છે જે બંને જ બોલીવુડ સ્ટાર્સ છે. તેવામાં રક્ષાબંધનના અવસરે પહેલાં વાત કરીશું તે 7 બોલીવુડ એક્ટ્રેસની જેના સાધારણ દેખાતા ભાઇઓ કમાણીના મામલે બહેનોથી ઉતરતા નથી.

આ લિસ્ટમાં પહેલાં આવે છે બોલીવુડની દેસીગર્લ પ્રિયંકા ચોપરા. પ્રિયંકાને સિદ્ધાર્થ નામનો ભાઇ છે જેણે સ્વિત્ઝરલેન્ડમાં શૅફની ટ્રેનિંગ લીધી છે. તેનું પૂણેમાં પબ લાઉંજ મગશૉટ કેફે પણ છે. આ કૅફે દ્વારા તે વર્ષે કરોડોની કમાણી કરે છે.

ત્યાર બાદ વાત અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માની વાત કરવામાં આવે તો તેનો ભાઈ બેંગલોર રણજીત ટીમ અંડર 19ની તરફથી રમે છે અને ભારતીય નેવીમાં કામ કરી ચુક્યા છે. હાલમાં તે ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસનો માલિક છે. જેણે ‘એન એચ 10’ અને ‘ફિલોરી’ જેવી ફિલ્મો બનાવી હતી. કમાણીના મામલામાં તે બહેન અનુષ્કાથી પાછળ નથી.

પરિણીતી ચોપરાની બે ભાઈ છે શિવાંગ અને સહજ. સહજનો પોતાનો કૂકીઝનો બિઝનેસ છે જોમાં તે વાર્ષીક કરોડો રૂપિયાની કમાણી કરે છે અને બહેન પરિણીતી પણ તેને તેમાં મદદ કરે છે. પરિણીતીએ બિઝનેસ, ફાઈનાન્સ અને અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેડ્યુએશનની ડિગ્રી લીધી છે. તેને બિઝનેસની સારી સમજ છે કારણકે ફિલ્મોમાં આવ્યા પહેલાં તે માર્કેટીંગ એક્જીક્યૂટિવ તરીકે કામ કરી ચુકી છે.

હવે વાત કરવામાં આવે અભિનેત્રી અશ્વર્યા રાય બચ્ચનની તો તેના ભાઈનું નામ આદિત્ય રાય છે જે મર્ચન્ટ નેવીમાં એન્જીન્યર છે અને તેમણે ફસ્ટ રનર અપ રહેલી મિસ ઇન્ડિયા શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. આ ઉપરાંત આદિત્ય ફિલ્મોમાં પણ પ્રોડ્યુસ કરે છે.

બોલિવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાના ભાઈની વાત કરવામાં આવે તો તેના બે જુડવા ભાઈ છે લવ અને કુશ. લવે બોલિવુડ ફિલ્મ ‘સદિયાં’માં કામ કર્યુ છે. પરંતુ ફિલ્મે કંઈ ખાસ કમાણી ન કરી. હવે જેપી દત્તાની અપકમિંગ ફિલ્મ ‘પલટન’થી લવ સિન્હા અક વખત ફરી મોટા પડદે જોવા મળશે.

બોલિવુડની અદાકારા સુષ્મિતા સેને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેના ભાઈ રાજીવ સેનની વાત કરવામાં આવે તો તે એક સફળ બિઝનેસમેન છે. તે ઘણી વખત સુષ્મિતા સેન સાથે જોવા મળ્યા છે. સાથે જ સુષ્મિતા સાથે રેમ્ય વોક પણ કર્યુ છે.

બોલિવુડની ડિંપલ ગર્લ પ્રિતી ઝીંટાના મોટા ભાઈ દિપાંકર ઇન્ડિયન આર્મીમાં ઑફિસર છે અને તેનો નાનો ભાઈ મનીષ કેલિફોર્નિયામાં રહે છે.

 

 

Related posts

કંઈ એમ જ જેઠાલાલ બબીતા પાછળ નથી લટ્ટૂ, તમે પણ આ ફોટાઓ જોઈ થઈ જશો દિવાના

Pravin Makwana

રિયા ચક્રવર્તીનો આવો બોલ્ડ અવતાર પહેલા કર્યારેય નહીં જોયો હોય તમે, જુઓ હોટ Photos

Arohi

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!