GSTV
Home » News » લોકપ્રિય The Kapil Sharma Showનાં આ કલાકાર હોલિવુડ ફિલ્મમાં ડબિંગ કરતાં જોવા મળશે

લોકપ્રિય The Kapil Sharma Showનાં આ કલાકાર હોલિવુડ ફિલ્મમાં ડબિંગ કરતાં જોવા મળશે

સોનીનાં સૌથી લોકપ્રિય ટીવી શો The Kapil Sharma Show માં અર્ચના પુરન સિંહને તો તમે જોઇ જ હશે. ત્યારે આ શો માં કપિલ સાથે પણ અર્ચનાની નોક ઝોક પણ કમાલની હોય છે.

હવે, અર્ચના પૂરન સિંહ કોમેડિયન કપિલ શર્માના જીવનને મુશ્કેલીમાં મુકવા જઇ રહી છે. અર્ચના હવે કપિલની સ્ટોરીમાં વિલેન તરીકે જોવા મળશે. આ રીયલ નહી પણ રીલ લાઇફમાં થવા જઇ રહ્યું છે. જેમાં આ શોના દિગ્ગજ કપિલ શર્મા, અર્ચના પુરન સિંહ અને કીકૂ શારદા હોલિવુડ ફિલ્મ દ એંગ્રી બર્ડસ-2 માં ડબિંગ કરતાં જોવા મળશે.

તેમજ ત્રણેયની જુગલબંધી જોવા લાયક હશે. આ હોલીવુડ ફિલ્મમાં અર્ચના પુરન સિંહ ફિલ્મની વિલેન જીટાનો અવાજ આપવાની છે. જ્યારે કપિલ શર્મા ફિલ્મમાં હીર રેડનો અવાજ ડબ કરી રહ્યાં છે. આજ રીતે એંગ્રી બર્ડ ફિલ્મના હિંદી વર્ઝનમાં કોમેડીના બાદશાહ કપિલ શર્માની લાઇફમાં મુશ્કેલીઓ ઉભી કરવા આવી રહી છે.

કપિલ શર્માએ થોડા સમય પહેલાં જ કહ્યું હતુ કે, મારા પ્રોડ્યુસર ઇચ્છે છે કે, આ કોમેડીને એક નવા લેવલે લઇ જાઉ. એક એવો સમય પણ આવશે જ્યારે આ કેરેક્ટર ગુસ્સામાં હશે અને લોકો ખુબ હસી હસીને લોટ પોટ થઇ જશે. તેમજ હું ફક્ત અવાજ આપી રહ્યો છુ તે મને આ ફિલ્મમાં જોઇ નહી શકે. 23 ઓગસ્ટે હોલિવુડ ફિલ્મ દ એંગ્રી બર્ડસ -2 હિન્દી, ઇંગ્લીશ, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ રાહુલ ગાંધીને Tweet કરી આપી આવી સલાહ

Arohi

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, બેના મોત 5 લોકો ઘાયલ

Arohi

UAEમાં પીએમ મોદીને આ ખાસ સન્માનથી કરવામાં આવશે સન્માનિત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!