GSTV
Home » News » ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

ચોરી કરીને મળેલા પૈસાથી સમાજ સેવા કરનારા રીઢા ગુનેગારની ઔરંગાબાદ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં ચોરી કરેલા સોનાના દાગીનાથી તે એક પ્રસિદ્ધ સાઇ મંદિરમાં એમ્બ્યુલન્સ દાનમાં આપવાનો હતો. બુલઢાણામાં રહેતા કિશોર વાયાળ પાસે ગામમાં આલિશાન ઘર, ત્રણ કાર છે.

તે મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યમાં પણ ચોરી કરતો હતો. તે ચોરી કરનારા સાથીદારને તે દિવસના એક હજાર રૂપિયા અને ચોરીના પૈસામાંથી બક્ષિસ પણ આપતો હતો. તેણે વિવિધ સ્થળે ચોરી કરવા અનેક શખસ રાખેલા હતા. આરોપી કિશોર વાયાળ તેના સાથીદારની મદદથી બંધ ઘરની રેકી કરતો હતો.

પછી બપોરના સમયે ઘરમાંથી ચોરી કરતો હતો. ચોરી કરાયેલી માલમત્તા વેચીને તે ગામમાં આવતો હતો. તે ગામમાં સમાજસેવા કરતો હતો. તેણે આ માટે એક સંસ્થા પણ બનાવી હતી. એના માધ્યમથી તેણે ગામમાં સમુહ લગ્નનું આયોજન ટેન્કરથી પાણીની વ્યવસ્થા, ગામમાં સ્કૂલ માટે કામ પણ કર્યું હતું.

હાલમાં વૈજાપુરમાં એક ઘરમાં ૭૨ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરી છેવટે કિશોરને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી મળી હતી. તે ૧૦૦થી વધુ ગુનામાં સંડોવાયેલો હોવાનું કહેવાય છે.

Read Also

Related posts

સંસદમાં શિવસેનાના નેતાએ જ્ઞાન પીરસ્યું, ‘ઈંડા અને ચિકન વેજ છે’

Arohi

Face App challange: 2050માં કંઈક આવા દેખાશે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ, વાયરલ થઈ રહ્યા છે ફોટા

Mansi Patel

#SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!