GSTV
Home » News » અમદાવાદ PG કાંડ: છેડતી કરનાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ દબોચ્યો

અમદાવાદ PG કાંડ: છેડતી કરનાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ દબોચ્યો

અમદાવાદમાં યુવતિઓ માટે ચાલતા પીજીમાં કેર ટેકર યુવતીની છેડતી મામલો લાઇમલાઇટમાં છે. પાંચ દિવસ પહેલા બનેલી આ ઘટનાથી સમાજને શર્મસાર થવાનો વારો આવ્યો છે. આ સાથે જ મોટો સવાલ એ છે કે પીજીમાં યુવતિ સાથે અડપલા થતા ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે સરકારની ઘોર નિષ્ફળતા સામે આવી છે.

ત્યારે અમદાવાદનાં પીજી કાંડનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમજ રાજ્ય મહિલા આયોગે તેની નોંધ લઇ પોલીસને તલસ્પર્શી તપાસ કરવા આદેશ કર્યો છે. જો કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા પણ મળી છે. અશ્લિલ હરકતો કરી યુવતિની છેડતી કરનારો આરોપી ઝડપાયો છે.

પીળી ટીશર્ટ અને પેન્ટ પહેરીને અશ્લિલકાંડ કરનાર નરાધમ ભાવિન શાહ ઝડપાઇ ગયો છે. ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતા ચશ્માધારી ભાવિન શાહ એજ નરાધમ છે. જેણે અમદાવાદના નવરંગપુરાના કમલ નયન એપાર્ટમેન્ટમાં રાત્રી દરમિયાન ઘુસીને પીજીની વોર્ડન યુવતી સાથે અડપલા કર્યા હતા.

ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરીને ઘટનાની ફરિયાદના ગણતરીના કલાકોમાં જ રોનક શાહના કાળાકામનો પર્દાફાશ કરીને તેને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે. જો કે અહિં સવાલ છે કે સરકાર, મહિલા આયોગ અને તંત્ર આ ઘટના પરથી કોઇ ધડો લેશે ખરૂ? તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ફ્યુચર પ્લાન શું છે તે જણાવશે?

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!