GSTV
Home » News » ઉદ્ધવ ઠાકરે આડે આવ્યા સોનિયા ગાંધી, શપથવિધિથી લઈ બહુમત પણ મળી ગયો છતાં આ મુદ્દે ક્યારે આપશે લીલી ઝંડી

ઉદ્ધવ ઠાકરે આડે આવ્યા સોનિયા ગાંધી, શપથવિધિથી લઈ બહુમત પણ મળી ગયો છતાં આ મુદ્દે ક્યારે આપશે લીલી ઝંડી

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ઘવ ઠાકરેના પ્રધાન મંડળમાં ગણ્યા ગાંઠયા માત્ર સાત પ્રધાનો જ છે, પણ હજી એમના ખાતાની ફાળવણી લંબાઈ હોવાનું તેમજ કોંગ્રેસના પ્રધાનોને ક્યા ખાતા ફાળવવા એ માટે ૧૦, જનપથથી સોનિયાં ગાંધીની લીલી ઝંડીની રાહ જોવાતી હોવાનું જાણવા મળ્યું છે.

ઉધ્ધવ ઠાકરે (મુખ્ય પ્રદાન) એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, જયંત પાટિલ, છગન ભુજબળ, બાળાસાહેબ થોરાત અને ડૉ.નિતીન રાઉત આ માત્ર સાત પ્રધાનોનું પ્રદાનમંડળ મહારાષ્ચ્રમાં ૨૮ નવેમ્બરથી રાજ સકરી રહ્યું છે. શિવસેના, એન.સી.પી., કોંગ્રેસ આ ત્રણ ભિન્ન વિચાકે ધરાવતાં પક્ષો છે. મહાશિવ આઘાજી, મહાસેના આઘાડીના બદલે કોમ મિનિમમ પ્રોગ્રામ બનાવી મહાવિકાસ આઘાડીની રચના કરી. એમ એના નેતા તરીકે ઉધ્ધવ ઠાકરે (શિવસેના પક્ષપ્રમુખ)ના નામ પર પસંદગીની મહોર લગાવી. ઉધ્ધવ ઠાકરેએ ૨૮ નવેમ્બરે મુખ્ય પ્રધાન તરીતે શપથ લીધા પચી જોરદાર ઘડાકો કરતાં નિર્ણયો કર્યા.

અમારૂં બધું પાકું થઈ ગયું છે, કોઈ મતભેદ નથી એવી બાંહેધરી આ આઘાડીના શિલ્પકાર શરદ પવાર, પ્રફુલ્લ પટેલ, મલ્લિકાર્જુન ખરગે, અહેમદ પટેલ, બાળાસાહેબ થોરાતથી માંડીને બધા નેતાઓ કહેતા હતા, પણ હજી આ સાત ખાતા અંગે હજી સહમતિ થતી નથી. વરિષ્ઠ પ્રધાન બાળાસાહેબ થોરાત ગઈકાલે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા પણ ખરા છતાં પ્રધાનોના ખાતની ફાળવણી અંગે લીલીઝંડી મળી શકી નથી. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે બધા પ્રધાનોને ગઈકાલે બંગલાની ફાળવણી કરવામાં આવી.

આજે બધા પ્રધાનોને મંત્રાલયના કેબિનોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું, પણ હજી કોણ કયા વિભાગ સંભાળશે? સવાલનો ઉકેલ હજી આવી શક્યો નથી, એકલા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે, એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ સાથે મહારાષ્ટ્રનું ગાંડું ચલાવ્યે રાખ્યું હોવાની ચર્ચા થઈ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!