‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ YouTube પરથી ગાયબ! સર્ચ કરશો તો આવશે આ Video !

જ્યારથી પૂર્વ પીએમ મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઇને વિવાદ ઉભો થયો છે. હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર સર્ચ કરવા છતાં નથી મળી રહ્યું. ખુદ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ અંગે ફરિયાદ કરી છે.


અનુપમ ખેરે ટ્વિટ કર્યુ કે, ડિયર યુટ્યુબ, મને ફોન અને મેસેજીસ આવી રહ્યાં છે કે દેશના ઘણાં ભાગમાં યુટ્યુબ પર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ટ્રેલર’ ટાઇપ કરીને સર્ચ કરવા છતાં કંઇ દેખાતું નથી અથવા તો ટ્રેલર 50મા નંબરે છે. અમે મંગળવાર સુધી નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યાં હતા. કૃપા કરીને મદદ કરો.’ અનુપમ ખેરની આ ફરિયાદ વ્યાજબી પણ છે કારણ કે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ટ્રેલર સર્ચ કરવાથી કોઇ અન્ય વીડિયો જ દેખાઇ રહ્યાં છે. જ્યારે અન્ય ફિલ્મોના અડધા નામ ટાઇપ કરતાં જ તેને લગતું કન્ટેન્ટ આવી જાય છે.

હાલ અનુપમ ખેરની આગામી ફિલ્મ “ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર” રાજનૈતીક વિવાદોથી ઘેરાયેલ છે. પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક આધારિત ફિલ્મમાં અનુપમ ખેર, ડો.મનમોહન સિંહના રોલમાં છે. મહારાષ્ટ્રના ઘણાં કોગ્રેંસના નેતાઓ દ્નારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ગાંધી પરિવારની ખોટી છાપ દેખાડવાના આરોપ લગાવવામા આવ્યા છે. વિરોધ પ્રર્દશનને લઇને અનુપમ ખેર દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી છે.

અનુપમ ખેરનું કહેવું છે કે, ફિલ્મનું ટ્રેઇલર ટ્રેડીંગમાં છે પણ ચાહકો તરફથી ફરીયાદો સામે આવી રહી છે કે, ટ્રેઇલર યુ ટ્યુબ પર દેખાઇ નથી રહ્યું.

અનુપમ ખેરે ચાહકો દ્વારા મોકલેલ સ્ક્રીન સોટ પણ શેર કર્યાં છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મના ટ્રેઇલર વિશે લખતાં પહેલાં 39,334,104 વ્યુઝ આવી ગયાં. ફિલ્મને 11 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં અનુપમ ખેર સિવાય અક્ષય ખન્નાં, અર્જુન માથુર, બિપીન શર્મા, દિવ્યા શેઠ્ઠી, સુઝાને બર્રનટ દ્વારા મહત્વના કિરદાર નિભાવવામાં આવ્યા છે. વિજય રત્નાકર ગુડ્ડે ફિલ્મના ડાયરેક્ટર છે. સંજય બારૂનો રોલ અક્ષય ખન્નાએ નિભાવ્યો છે.

આ ઉપરાંત ફિલ્મમાં પુસ્તક સિવાયના અન્ય મુદ્દાઓને સામેલ કરવાની વાત પણ સામે આવી રહી છે. ફિલ્મમાં રાહુલ ગાંધીનો કાગળ ફાડવાનો સિન દર્શાવ્યો છે જે પુસ્તક બહારની વાત છે.

ફિલ્મના ટ્રેઇલર પર થઇ રહેલા વિવાદોના કારણે અનુપમ ખેરે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા હતાં. અભિનેતાએ કહ્યું હતુ “સંજય બારૂના પુસ્તકમાં લખેલા તથ્યો આધારિત જ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. અમે ફિલ્મને સેંસર બોર્ડને બતાવી હતી અને ત્યાંથી ઓકે થઇને ફિલ્મ આવી છે એટલે અત્યારે ફિલ્મને કોઇના આગળ બતાવાનો મતલબ નથી.”
જણાવી દઇએ કે ફિલ્મ મીડિયા સલાહકાર સંજય બરૂએ લખેલા પુસ્તક એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને આધારે નિર્માણ કરવામાં આવી છે. ફિલ્મ હંસલ મહેતાએ લખી છે. અને દિગ્દર્શન વિજય રત્નાકર ગુટ્ટેનું છે. જેમાં સંગીત જાણીતી બેલડી સલીમ સુલેમાને આપ્યું છે. અનુપમ ખેરે આ પોસ્ટર પોતાન ટવીટર પર અપલોડ કર્યું હતું. ઉલ્લેખનીય છેકે સંજય બરૂ 2004થી 2008 સુધીમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મીડિયા સલાહકાર હતા. અને આ પુસ્તક વર્ષ 2014માં લોન્ચ થયું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter