The Accidental Prime Minister અનુપમ ખેરની માતાએ મનમોહન સિંહને કહી દીધું ‘બીચારા’: Video

અનુપમ ખેરની ફિલ્મ The Accidental Prime Minister 11 જાન્યુઆરીએ રીલિઝ થઈ ચુકી છે. ફિલ્મમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની ભુમિકા નિભાવી રહ્યા છે. દર્શકોને અનુપમ ખેરનો અભિનય ખૂબ પસંદ આવી રહ્યો છે. અનુપમ ખેરની એક્ટિંગ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. અનુપમ ખેરની અક્ટિંગ માટે દર્શકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આવામાં અનુપમની માતાને પણ પુછ્યું કે તેમને અનુપમની એક્ટિંગ કેવી લાગી. અને માતાનું રિએક્શન ખૂબ સુંદર હતું.

પુત્ર અનુપમ ખેરને ડૉ. મનમોહનની ભુમિકામાં જોઈને માતા પહેલા તો ખૂબ આશ્ચર્યમાં હતી. આવામાં અનુપમ ખેરે પોતાના એકાઉન્ટથી સોશિય મીડિયા પર એક વીડિયો અપલોડ ક્યો છે જેમાં તેમની માતા જણાવી રહી છે કે તેમને ફિલ્મ કેવી લાગી અને અનુપમ ખેરની એક્ટિંગ કેવી લાગી. સાથે જ તે રિએક્ટ પણ કરી રહી છે કે અનુપમ એક્ટિંગ કેવી રીતે કરે છે. ડૉ. મનમોહન સિંહને લઈને પણ અનુપમના માતા કહે છે.- ‘બીચારા… સીધા લોકોને મુર્ખ બનાવી દે છે લોકો’ જુઓ આ વીડિયો….

આ પહેલા પણ અનુપમ ખેરે પોતાની માતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં અનુપમ ખેરની લુકને જોઈને તેમની માતા ખૂબ આશ્ચર્યમાં જોવા મળી અને તે કહે છે કે આ બીટ્ટુ નથી. અનુપમની માતા તેમને બિટ્ટુ કહીને બોલાવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter