GSTV
Home » News » લગ્ન પ્રસંગમાં આંખ મળી જતા પ્રેમ થયો, દુષ્કર્મ આચર્યું, ફોટો-વીડિયો ઉતાર્યા અને યુવતીના ભાઈને જ મોકલી દીધા

લગ્ન પ્રસંગમાં આંખ મળી જતા પ્રેમ થયો, દુષ્કર્મ આચર્યું, ફોટો-વીડિયો ઉતાર્યા અને યુવતીના ભાઈને જ મોકલી દીધા

રાજકોટના ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં મયુર ગોરધનભાઈ ઘાવરી નામના ૨૩ વર્ષના શખ્સે એક લગ્ન પ્રસંગમાં મુલાકાત થયા બાદ યુવતી સાથે પ્રેમ થઈ જતા તેને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી તેની જાણ બહાર તેના બિભત્સ ફોટા વિડીયો ઉતારી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવાર નવાર દુષ્કર્મ આચર્યા બાદ આ ફોટા અને વિડીયો યુવતિના ભાઈને વોટસએપમાં મોકલ્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે.

પ્ર.નગર પોલીસના પી.એસ.આઈ. આર.એ.કપાસી અને રાઈટર બાબુભાઈ ખરાડીએ આ અંગે રાજકોટમાં રહેતી ૨૧ વર્ષની યુવતીની ફરિયાદ પરથી મયુર ઘાવરી ઉ.વ.૨૩ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર યુવતી અગાઉ સાતેક વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં જાનમાં ઠક્કરબાપા હરિજન વાસમાં ગઈ હતી ત્યારે આરોપી મયુર સાથે ઓળખ થયા બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ બનેએ લગ્ન કરી લેવાનું પણ નક્કી કર્યું હતું. ત્યાર પછી પરિવારજનોની જાણ બહાર બને હરતા ફરતા પણ હતા. દરમિયાન દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમના તહેવારનાં દિવસોમાં આરોપી મયુરે યુવતીને ફોન કરીને તેના ઘરે બોલાવી હતી.

આ સમયે તે ઘરે એકલો હોય તેવો આપણા પરિવારજનોને પ્રેમસંબંધની વાત કરી દઈએ અને લગ્ન કરી લેવા છે. તેમ કહેતા યુવતીએ હા પાડી હતી. ત્યારબાદ વાતોમાં ફસાવી યુવતીને હવસનો શિકાર બનાવી હતી. આ દરમિયાન યુવતીની જાણ બહાર આરોપીએ તેમની અંગત પળોનું વિડીયો શુટીંગ કરી બિભત્સ ફોટા પાડી લીધા હતાં.

છેલ્લે એકાદ માસ પહેલા આરોપીએ ભોગ બનનાર યુવતીને ફોન કરી પાછળની શેરીમાં આવ, ફરવા જવું છે કહેતા તે ત્યાં ગઈ હતી. જયાં બાઈક પર આવેલો આરોપી મયુર તેને જુના બસસ્ટેન્ડ પાછળ એક ગેસ્ટ હાઉસમાં કે જેમાં તેણે રૂમ બુક કરાવ્યો હતો ત્યો લઈ ગયો હતો. જયાં યુવતીએ આરોપીને હવે આપણે આપણા પરિવારજનો લગ્ની વાત કરી લેવી જોઈએ તેમ કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને જો તુ લગ્નની વાત કરીશ તો આપણા ફોટા વિડીયો શુટીંગ વાયરલ કરી દઈશ કહી ધમકી આપી આરોપીએ તેને તેમના અંગત પળોના વિડીયો ફોટા બતાવ્યા હતાં આટલું જ નહી આરોપીએ હું જયારે કહુ ત્યારે તારે આવવું પડશે. કહી ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ મયુરે યુવતીને બ્લેકમેઈલ કરી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જે પછી ગઈ તા.૧નાં યુવતીએ તેને હું હવે તારી પાસે નહી આવું તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીના ભાઈના મોબાઈલમાં વોટસએપમાં તેમના અંગત પળોના વિડીયો ફોટા મોકલી દીધા હતાં. આથી તેના ભાઈએ પરિવારજનોને વાત કર્યા બાદ યુવતીની પુછપરછ કરતા તેણે સમગ્ર આપવીતી જણાવતા અંતે યુવતીએ ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ જારી રાખી છે.

READ ALSO

Related posts

આ આંક જોશો તો ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન જ માંડી વાળશો

Nilesh Jethva

શાહરૂખ ખાનની સાસૂના ફાર્મહાઉસ પર 3.09 કરોડ દંડ, કોર્ટમાં આ બાબતે એકેય વખત હાજર નથી રહ્યા

Pravin Makwana

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!