2 વર્ષના પુત્રની માતા 20 વર્ષની ફેસબુક ફ્રેન્ડ સાથે થઈ ફરાર, અંધારામાં બાચકાં ભરતી પોલીસ

રોકડ અને દાગીના લઇ ૧૩ દિવસ પહેલાં ફરાર થઇ ગયેલી ફેસબુક ફ્રેન્ડ બે યુવતીઓને શોધવા માટે શહેર પોલીસે સાયબર ક્રાઇમ સેલની મદદ લીધી છે. અટલાદરા રેલવે સ્ટેશન સામે નીલકંઠ રેસીડેન્સીમાં રહેતી બે વર્ષના પુત્રની ૨૩ વર્ષની માતા સોનુ પટેલ છ મહિના પહેલાં જ ફેસબુક પર માંજલપુર દરબાર ચોકડી પાસે સાંઇનાથ હાઉસિંગમાં રહેતી ૨૦ વર્ષની જાનકી થાપા સાથે ગઇ તા.૧૦મીએ ખરીદી કરવાને બહાને ફરાર થઇ જતાં ચકચાર વ્યાપી છે.

બંને યુવતીઓ પોતાના ઘરમાંથી દાગીના અને રોકડ પણ ઉઠાવી ગઇ હોઇ સમગ્ર બનાવની તપાસ માંજલપુર અને જેપી રોડ પોલીસ કરી રહી છે. સોનુ પટેલ તેના માસુમ પુત્રને પણ છોડી જતાં બાળકની હાલત દયાજનક બની છે.બંને યુવતીઓ કોઇ ટોળકીમાં ફસાઇ હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા હોઇ ઉપરોક્ત બનાવામાં પોલીસે સાયબર ક્રાઇમ સેલની મદદ લીધી છે.પોલીસે બંનેની કોલ્સ ડિટેઇલ તેમજ સોનુ પટેલનો ફોટો મુકી અલિસ્કાના નામના બનેલા ફેસબુક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરી છે.

પોલીસ વચ્ચે તાલમેલ નથી

ભાગી છુટેલી બંને યુવતીઓને શોધવા માટે બે પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ તપાસ કરવામાં આવી રહી હોઇ બંને વચ્ચે તાલમેલ જામતો નથી. માંજલપુરની જાનકી થાપા તા.૧૦મી એ અટલાદરા ખાતે સોનુ પટેલને ત્યાં ગઇ હતી અને ત્યાંથી બંને બહેનપણી રફુચક્કર થઇ ગઇ હતી.બંને યુવતીઓ કોઇ ટોળકીમાં ફસાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. પરંતુ પોલીસને આ ગુનાની કોઇ ગંભીરતા હોય તેમ લાગતું નથી. જેપી રોડ પોલીસ દ્વારા સોનું પટેલના કેસની તપાસ ચાલી રહી છે.જ્યારે, જાનકીના કેસની તપાસ માંજલપુર પોલીસ કરી રહી છે. જેથી બંને વચ્ચે કોઇ તાલમેલ જામતો નથી. આ મુદ્દે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, જમીનોના કેસની જેમ આવા કેસને કેમ મહત્વ નથી અપાતું ?

જાનકીના મોબાઇલનું લાસ્ટ લોકેશન યુપીનું કૈલાસપુર

બીજી વાર ઘર છોડી ગયેલી માંજલપુર દરબાર ચોકડી વિસ્તારની જાનકી થાપા નામની યુવતીની તપાસ કરતી માંજલપુર પોલીસે તેના મોબાઇલની કોલ્સ ડિટેઇલ મંગાવી છે.પ્રાથમિક તબક્કે જાનકીના મોબાઇલ પર છેલ્લું લોકેશન યુપીના કૈલાસપુર ખાતે હોવાનું જણાઇ આવ્યું છે.જેથી બંને યુવતીઓ નેપાળ તરફ તો નથી  ગઇ ને ?તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter