GSTV
Home » News » નવા ટ્રાફિક નિયમના વિરોધમાં આવી આમ આદમી પાર્ટી, આપ્યું આ અલ્ટીમેટમ

નવા ટ્રાફિક નિયમના વિરોધમાં આવી આમ આદમી પાર્ટી, આપ્યું આ અલ્ટીમેટમ

ભારત સરકાર દ્વારા દેશમાં સુધારેલા ટ્રાફિક એકટને લાગુ કરવામાં આવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીએ આ કાયદાને ૩૧ ઓક્ટોબર સુધી નાબૂદ કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. આજે ડીસામાં આમ આદમી પાર્ટીએ નવા અમલી બનેલા ટ્રાફિક એકટના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં આ એક્ટ દૂર કરવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ છે અને આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે.

સાથે સાથે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આગામી ૩૧મી ઓક્ટોબર સુધી આ કાયદો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને સરકાર દ્વારા જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરશે.

READ ALSO

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!