GSTV
Home » News » વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઑર્ગેનાઈઝેશન દ્વારા 76 વર્ષનો રેકોર્ડ જાહેર કરાયો, એશિયાના સૌથી વધુ ગરમ સ્થળો બન્યા આ શહેરો

વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઑર્ગેનાઈઝેશન દ્વારા 76 વર્ષનો રેકોર્ડ જાહેર કરાયો, એશિયાના સૌથી વધુ ગરમ સ્થળો બન્યા આ શહેરો

વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશ-ડબલ્યુએમઓ (વૈશ્વિક હવામાન સંસ્થા)એ સત્તાવાર રીતે વિશ્વના ત્રીજા અને ચોથા સૌથી ગરમ સ્થળના નામ જાહેર કર્યા છે. આ બન્ને સ્થળો એશિયાના છે. ત્રીજા ક્રમે કુવૈતનું મિત્રિબાહ છે, જ્યાં ૨૧ જુલાઈ, ૨૦૧૬ના દિવસે ૫૩.૯ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. ચોથા ક્રમનું સ્થળ પાકિસ્તાનનું તુરબાત છે, જ્યાં ૨૮ મે, ૨૦૧૭ના દિવસે તાપમાન વધતું વધતું ૫૩.૭ ડીગ્રી સુધી પહોંચ્યુ હતું.

આ છેલ્લા ૭૬ વર્ષમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. વળી આ નોંધ સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ રેકોર્ડ પ્રમાણે મિત્રિબાહ એશિયાનું સૌથી ગરમ સ્થળ જાહેર થયું છે. એશિયામાં કોઈ સ્થળે આજ સુધી આટલું વધારે તાપમાન નોંધાયુ નથી. સૌથી વધુ ગરમીનો રેકોર્ડ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ડેથ વેલી વિસ્તારમાં આવેલા ફરનેસ ક્રીકના નામે નોંધાયેલો છે. ફરનેસ શબ્દનો અર્થ ભઠ્ઠી થાય અને આ સ્થળે ૧૦ જુલાઈ, ૧૯૧૩ના દિવસે ૫૬.૭ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

એ પછી બીજા ક્રમે સૌથી વધુ ગરમી આફ્રિકાના દેશ ટયુનિશિયાના કેબિલિ ખાતે જુલાઈ ૧૯૩૧માં ૫૫ ડીગ્રી નોંધાયુ હતું. આ બન્ને આંકડા અને રેકોર્ડ વૈશ્વિક ધોરણે માન્ય નથી. ઘણા હવામાનશાસ્ત્રીઓ તેને સત્તાવાર ગણતા નથી. કેમ કે એ બન્ને સ્થળના તાપમાન મપાયા ત્યારે યોગ્ય માપન-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તો પણ જૂનો રેકોર્ડ હોવાથી મિટિરિયોલિજકલ ઑર્ગેનાઈઝેશન એ રેકોર્ડ બરકાર માનીને કુવૈત અને પાકિસ્તાનને અનુક્રમે ત્રીજો અને ચોથો ક્રમ આપે છે.

જો અગાઉના બન્ને રેકોર્ડ રદ ગણવામાં આવે તો કુવૈત જગતનું સૌથી ગરમ સ્થળ જાહેર થાય. પરંતુ એ બન્ને સ્થળોના એ સમયના તાપમાનની સચોટ માહિતી મેળવાનો હવે બીજો કોઈ રસ્તો નથી. માટે જે આંકડો છે, એ યથાવત રહેવા દેવાયો છે. હવામાન સંસ્થાએ પોતાની વેબસાઈટ પર આ અંગેની વિગત મુકતા જણાવ્યું હતું કે છેલ્લા ૭૬ વર્ષમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.

તાપમાન માપવાની વૈશ્વિક પદ્ધતિ છે અને એ પ્રમાણે મપાયેલા તાપમાનને જ સત્તાવાર ગણવામાં આવે છે. માટે તાપમાનના ઘણા ઊંચા-નીચા આંકડા વૈશ્વિક ધોરણે માન્ય ગણાતા નથી. ડબલ્યુએઓએ જણાવ્યું હતુ કે આ તાપમાન માપણી માટે તમામ પ્રકારના ધારા-ધોરણનું પાલન કરવામાં આવ્યું છે. આ આંકડાને આધારે સાબિત થયું હતુ કે દુનિયાની ગરમી બહુ ઝડપથી વધી રહી છે. હવામાન અકલ્પનિય ઝડપે બદલાઈ રહ્યું છે.

રણ વિસ્તારમાં તાપમાન સ્વાભાવિક રીતે વધારે હોઈ શકે. પરંતુ જ્યાં કોઈ રહેતું ન હોય ત્યાંનું તાપમાન પણ માપવું અઘરું છે. ઉપગ્રહો, આધુનિક હવામાન માપના સાધનો વગેરેના આધારે રણ પ્રદેશનું તાપમાન જાણવું અઘરું નથી. પરંતુ દર વખતે સચોટ આંકડો મળી શકતો નથી. માટે અહીં એવા સ્થળોની જ ગણતરી કરી છે, જ્યાં માનવ વસતી છે. માનવ-વસતી રહીત વધારે તાપમાન ધરાવતા ઘણા સ્થળો ધરતી પર નોંધાયા છે.

Read Also

Related posts

શયનકક્ષની આ રીતે કરો સજાવટ, વધુ સુદ્રઢ બનશે પતિ-પત્ની વચ્ચેની પ્રેમગાંઠ

Bansari

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!