GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

ગાંધીનગરમાં ચાલી રહેલું અનામત વર્ગની એલઆરડી મહિલાઓનું આંદોલન સમેટાયું છે. સરકાર સાથેની છેલ્લી બેઠકમાં અનામત વર્ગની મહિલાઓની માંગણીઓને લઇ ચર્ચા થઇ હતી. સરકારે મહિલાઓને આશ્વાસન આપ્યું હતુ..અને ટૂંક સમયમાં તેમની માંગો સ્વીકારવામાં આવશે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 72 દિવસથી આંદોલન ચાલી રહ્યુ હતુ. ગૃહમંત્રીની ખાતરી બાદ મહિલાઓએ આંદોલન પુર્ણ કર્યુ  છે.

શું હતો મામલો?

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRDની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી. જેની પરીક્ષા સરકાર દ્વારા 6 જાન્યુઆરી 2019નાં રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું મેરીટ 31 ઓક્ટોબરનાં રોજ રીલીઝ કરવામાં આવ્યુ હતુ. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરાઈ હતી. ત્યારબાદ ગાંધીનગરમાં મહિલાઓ ધરણા પર બેઠી હતી.

શું પગલાં ભર્યા સરકારે?

આંદોલન પર બેઠેલી મહિલાઓએ 1 ઓગષ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી હતી. આ આંદોલનની રાજકીય આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી. જોકે, સરકારે બે દિવસ પહેલાં 1 ઓગષ્ટ 2018નો ઠરાવ રદ કર્યો હતો. અને SC, ST અને OBCની LRDની સીટોમાં વધારો કર્યો હતો. જોકે, થોડેક અંશે સરકારની આ નીતિ સામે પણ વિરોધ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!