પ્રદૂષિત પાણીના નિકાલ મામલે આ 7 ઔદ્યોગિક એકમને તાત્કલિક અસરથી બંધ કરવા આદેશ

રાજ્યમાં ગંદા-પ્રદૂષિત પાણીના નિકાલ અંગેની નિયત માત્રાઓ જાળવવામાં નિષ્ફળ જતા સાત ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કર્યો છે. જેમાં ચાર કંપનીઓ પ્રદુષિત પાણી ખાડીમાં છોડતી હતી તેથી તેને 15 દિવસની અસરથી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં સચીન ઇન્ફ્રા એન્વિરોનમેન્ટ લિમિટેડ, ગ્લોબ એન્વિરો કેર લિમિટેડ, પાંડેસરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો સમાવેશ થાય છે. જ્યારે સીટીએક્સ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ શુધ્ધ કર્યા વિના અને એસિડિક પાણી છોડતી હતી. તો સ્પેક્ટ્રેમ ડાઇઝ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ગૌતમ ઇન્ડસ્ટ્રીઝ નિયત માત્રા કરતાં પાંચથી છ ગણુ પ્રદૂષિત પાણી છોડતા બંધના આદેશ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter