GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

600 કિલોમીટર સાયકલ ચલાવીને સલમાન ખાનને મળવા પહોંચ્યો 52 વર્ષનો આ ફેન

સલમાન

કહેવાય છે કે એક સુપરસ્ટારને સાચા અર્થમાં સુપરસ્ટાર બનાવે છે તેના ફેન્સ. તે ફેન્સ જે ક્યારેક સેલેબ્સ માટે માથાનો દુખાવો બની જાય છે તો ક્યારેક ચહેરાની ખુશી. બોલિવુડ સુપરસ્ટાર્સના ફેન્સ પણ તેમના માટે જે કરે તે ઓછું છે. એક્ટર્સના ફેન્સ સાથે જોડાયેલી ખબર મોટાભાગે આવતી રહેતી હોય છે. અને હાલ ચર્ચામાં છે સુપરસ્ટાર સલમાન ખાનના ફેન ભુપેન લિક્સન. ભુપેન સલમાન ખાનને મળવા માટે 600 કિલોમીટર સાયકલ ચલાવીને તેની પાસે પહોંચ્યો.

સમાચાર એજન્સી ANIએ ટ્વીટ કરીને જણાવ્યુ, ‘તિનસુખિયાના સાઈક્લિસ્ટ ભુપેન લિક્સન 600 કિલોમીટર સયકલ ચલાવીને કાલે ગુવાહાટી પહોંચ્યા.’ ભૂપેન જણાવ્યું કે તેણે 8 ફેબ્રુઆરીએ જાગુન તિનસુખિયાથી સાયકલ ચલાવવાનું શરૂ કર્યું હતું જેથી તે સલમાન ખાનને મળી શકે. જણાવી દઈએ કે સલમાન ખાન ફિલ્મફેર એવોર્ડ્સને અટેન્ટ કરીને ગુવાહાટી જવાના હતા.

તસ્વીરમાં ભૂપેન હાથમાં એક પ્રિન્ટઆઉટ પકડીને જોવા મળી રહ્યા છે. જેના પર લખ્યું છે કે 52 વર્ષીય ભૂપેનનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં દાખલ છે. તેમણે એક કલાકમાં 48 કિલોમીટર સુધી સાઈકલ ચલાવી હતી. આ દુરી જાગુનથી પવાઈ સુધીની હતી. કમાલની વાત એ છે કે આ આખા સફર સમયે તેમણે એક વખત પણ હેન્ડલને હાથ નથી લગાવ્યો.

Read Also

Related posts

Google નો નવો સ્માર્ટફોન Pixel 4a આજે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

પાક વિમા કૌભાંડ મામલો, ખેડૂતોએ સરકાર સામે માંડ્યો મોરચો

pratik shah

નેપાળની નવી ચાલ, હવે ઉત્તરાખંડના આ હિસ્સા પર જમાવી રહ્યું છે પોતાનો હક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!