GSTV
Home » News » બજરંગદાસ બાપાની ૪૩મી પુણ્યતિથિ નિમિતે કરાયું ભવ્ય આયોજન, 12 હજાર કિલો લોટના બનશે લાડવા

બજરંગદાસ બાપાની ૪૩મી પુણ્યતિથિ નિમિતે કરાયું ભવ્ય આયોજન, 12 હજાર કિલો લોટના બનશે લાડવા

ભાવનગરના સુપ્રસિદ્ધ તિર્થસ્થળ બગદાણા ખાતે આવતીકાલે બજરંગદાસ બાપાની ૪૩મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે..જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.. વહેલી સવારે ૫ કલાકે મંગલા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થશે. ધ્વજા પૂજન સવારે ૯.૧૫ કલાક થશે.. આ મહોત્સવમાં હજારો ભાવિક ભક્તજનો ગુરૂ મહારાજના ચરણોમાં શીશ નમાવશે. પ્રસાદ વિતરણ વ્યવસ્થા માટે ગોપાલગ્રામ તથા નવા રસોડા વિભાગ એક સાથે બેસીને સવારે ૧૦.૩૦થી ભોજન પ્રસાદ વિતરણ શરૂ થશે. આ માટે બગદાણા આશ્રમ ખાતે ૧૨ હજાર કિલો લોટના લાડવા, ૧૨ હજાર કિલો શાક, ૫ હજાર ૫૦૦ કિલો ગાંઠિયા, ૩ હજાર ૭૦૦ કિલો દાળ, ૭ હજાર ૪૦૦ કિલો ભાત તેમજ ૧૧ હજાર કિલો રોટલીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા પરંપરા મુજબ તમામ ભક્તોને નીચે બેસાડીને જ જમાડવામાં આવે છે.

ચાર દાયકા પહેલા સંત પૂ.બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તા.૯-૧-૧૯૭૭ ને રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિ‌ક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી. એ મુજબ પૂ.બાપાનીઆ ૪૩મી પૂણ્યતિથી ઉજવાશે. ગુરૂઆશ્રમ ખાતે તા.૧૪ના સવારના સવારના ૯-૫૦ થી ૧૦-૧૫ કલાક સુધીમાં યોજાશે. તેમજ મહિમાપૂર્ણ ગુરૂપુજન સવારના ૧૦-૧૫ થી ૧૦-૪૫ કલાક દરમિયાન થશે. ઉપરાંત પ્રતિવર્ષ આ મહોત્સવ વેળાએ યોજાતી પૂ.બાપાની નગર યાત્રાનું ગુરૂઆશ્રમ ખાતેથી સવારના ૧૦-૪૫ કલાકે પ્રસ્થાન થશે. જે નગરયાત્રા બગદાણા ગામમાં ફરશે.

પ્રસાદ વિતરણ વ્યવસ્થા માટે ગોપાલગ્રામ તથા નવા રસોડા વિભાગ એકસાથે બેસીને સવારના ૧૦.૩૦ થી ભોજન પ્રસાદ વિતરણ શરૂ થશે. આ માટે બગદાણા આશ્રમ ખાતે ૧૨ હજાર કિલો લડવા,૧૨હજાર કિલો શાક, ૫૫૦૦ કિલો ગાંઠિયા, ૩૭૦૦ કિલો દાળ ૭૪૦૦ કિલો ભાત તેમજ ૧૧ હજાર કિલો રોટલી ની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા પરંપરા મુજબ તમામ ભક્તોને પંગઠ માં નીચે બેસાડીને જ જમાડવામાં આવે છે, આ મહોત્સવની સફળતા માટે ગુરૃઆશ્રમનું સમગ્ર ટ્રસ્ટી મંડળ સ્વયંસેવકો સહિત વ્યવસ્થા નિભાવી અલગ અલગ ગામોના સ્વયંસેવકોના પ્રતિનિધિઓ કામગીરીની વહેંચણી કરવામાં આવી છે જેમાં ૧૫ હજાર કરતા વધુ સ્વયંસેવકો સેવા આપશે, તેમને દર્શન, પાર્કીંગ, રસોડું, ચા-પાણી, સુરક્ષા જેવા અલગ અલગ વિભાગોમાં કામની વહેંચણી કરી દેવામાં આવી છે.

પૂ.બાપાની પૂણ્યતિથિના પાવન દિવસે જાણે તમામ રસ્તાઓ બગદાણા તરફ જતા હોય તેમ ચોતરફથી માનવ મહેરામણ બગદાણા ખાતે પ.પૂ.બજરંગદાસ બાપાના દર્શન ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ઉમટી પડશે ત્યારે તમામ ભક્તો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે બાપાના દર્શન કરી હકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ મહુવા ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ ના જવાનો સાથે સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે તૈનાત કરી દેવાયાછે. આમ સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur

‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

Bansari

30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!