GSTV
Home » News » મોદીના શાસનમાં જ અનિલ અંબાણી ડૂબી ગયા, સંપત્તિ ઘટીને અડધી થઈ ગઈ

મોદીના શાસનમાં જ અનિલ અંબાણી ડૂબી ગયા, સંપત્તિ ઘટીને અડધી થઈ ગઈ

નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં દેશની બાગડોર સંભાળી હતી. ત્યારથી અનિલ અંબાણીની સંપત્તિમાં સતત ઘટી રહી છે. ફોર્બ્સની ધનપતિઓની લિસ્ટમાં અનિલ અંબાણીની સંપત્તિ વર્ષ 2015ની તુલનાએ અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. અનિલ અંબાણીની સંપત્તિ વર્ષ 2017માં 45 અબજ ડોલર હતી જે હાલ ઘટીને 1.7 અબજ  ડોલર સુધી પહોંચી ગઇ છે. રાફેલ જેટ ખરીદ સોદામાં વિપક્ષી દળ પ્રધાનમંત્રી મોદી ઉપર અનિલ અંબાણીને આર્થિક રીતે ફાયદો આપવાનો આરોપ લગાવી રહ્યું છે. પરંતુ ‘ફોર્બ્સ’ના આંકડાઓ ઉપર વિશ્વાસ કરીયે તો સ્થિતી આનાથી વિરૂદ્ધ છે. નરેન્દ્ર મોદીના સત્તા પર આવ્યા પછી અનિલ અંબાણીની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

અનિલ અંબાણીની કંપનીનું પરફોર્મન્સ ખુબ જ ખરાબ રહ્યું

વર્ષ 2015ની તુલનાએ તેમની સંપત્તિ અડધાથી ઓછી થઇ ગઇ છે. ફોર્બ્સ તરફથી 2015માં દુનીયાના 500 રઇશોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અનિલ અંબાણી 4 અરબ ડોલર(૨૮,૪૬૬ રૂપિયા) સાથે 418માં નબર ઉપર છે. ફોર્બ્સ તરફથી આ લિસ્ટ ત્યારે જાહેર કરવામાં આવ્યું હતુ્, જ્યારે નરેન્દ્ર મોદીને સત્તા પર આવ્યાને એક વર્ષ પણ પુરુ થયું ન હતું. પરંતુ ત્યારબાદથી અનિલ અંબાણીની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં અનિલ અંબાણીની કંપનીનું પરફોર્મન્સ ખુબ જ ખરાબ રહ્યું છે. તેની અસર તેમની પોતાની સંપતી ઉપર પણ પડી છે.

ગ્રુપની એક કંપની દેવાળું થઇ જવાની અણી પર પહોંચી ગઇ

ફોર્બ્સના આંકડાઓ અનુસાર તત્કાલિન સમયમાં અનિલ અંબાણીની સંપત્તિ ઘટીને 1.7 અબજ ડોલર (12,098 કરોડ રૂપિયા) સુધી પહોંચી ચુકી છે. નરેન્દ્ર મોદી 2014માં કેન્દ્રની સત્તામાં આવ્યા હતા, ત્યારથી અનિલ અંબાણીની સંપત્તિમાં ઘટાડો દેખાઇ રહ્યો છે. જણાવીયે કે વિપક્ષી કોંગ્રેસ પાર્ટી રાફેલ જેટ મામલે પી એમ નરેન્દ્ર મોદી પર અનિલ અંબાણીને 30,000 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવાનો આરોપ લગાવી રહી છે. પાછલા કેટલાક વર્ષોમાં અનિલ અંબાણીની સંપત્તિમાં તો ઘટાડો નોંધાયો છે અને દેવાના બોજ હેઠળ દબાયેલી તેમના ગ્રુપની એક કંપની દેવાળું થઇ જવાની અણી પર પહોંચી ગઇ છે.

અનિલ અંબાણીની સંપત્તિ 45 અબજ ડોલર(3,20,242 રૂપિયા) હતી

અનિલ અંબાણીની માલિકી હેઠળની રિલાયંસ કોમ્યુનિકેશન લિમિટેડ સમયસર દેવું ન ચુકવી શક્તા પોતાને દેવાળીયું ઘોષીત કરવાની અરજી કરી ચુકી છે. આનાથી અનિલ અંબાણીની નાણાંકિય સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. આજથી લગભગ ૧૩ વર્ષ પહેલા મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની સંપતિમાં ભાગલા પડ્યા હતા. એક વર્ષ પછી 2007માં ફોર્બ્સે લિસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ તે વખતે અનિલ અંબાણીની સંપત્તિ 45 અબજ ડોલર(3,20,242 રૂપિયા) હતી. તેમાં રિલાયંસ કોમ્યુનિકેશનનો 66 ટકા હિ્સ્સો હતો. જો કે ત્યાર બાદથી અનિલ અંબાણીની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થયો હતો.

Read more at: https://www.vyaapaarsamachar.com/news/current-affairs/the-41-billion-wealth-gap-that-divides-mukesh-and-anil-ambani/45208

Related posts

એમેઝોનમાં આગ લાગવાનું કારણ ખાણમાફિયાઓનું સામ્રાજ્ય, તસ્કરો-માફિયાઓ કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar

તમારા માટે લાભદાયક છે આ સરકારી યોજના, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધી પેંશન

Mansi Patel

બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમારનો આ વીડિયો સોશિયલ થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!