GSTV
Home » News » 400 વર્ષ જૂના આ કિલ્લાનો ભવ્ય છે ઈતિહાસ, કિલ્લો ફતેહ કરવા 47 દિવસ અકબરે કર્યું હતું યુદ્ધ

400 વર્ષ જૂના આ કિલ્લાનો ભવ્ય છે ઈતિહાસ, કિલ્લો ફતેહ કરવા 47 દિવસ અકબરે કર્યું હતું યુદ્ધ

વર્લ્ડ હેરિટેજ વિકની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના 400 વર્ષ જુના કિલ્લાથી આપને રૂબરૂ કરાવીશું. ઇ.સ. 1300માં અંગ્રેજો દ્વારા આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. આ ઐતહાસિક કિલ્લાની દિવાલો એટલી અડીખમ હતી કે મુઘલ બાદશાહ અકબરને પણ આ કિલ્લા પર વિજય પરચો ફરકાવવા માટે 47 દિવસનું યુદ્ધ કરવું પડ્યું હતું. આ કિલ્લામાં આઝાદી પછી સરકારી ઓફિસો શરૂ કરવામાં આવી હતી. જોકે યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે કિલ્લો જર્જરીત થઈ ગયો હતો.

ત્યારે હાલ મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કિલ્લાના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ 18 કરોડના ખર્ચે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થઇ ગયું છે. સુરતના ઈતિહાસનો મહત્વપૂર્ણ ગણાતો આ કિલ્લો જૂની જર્જરિત ઇમારતને બદલે શાનદાર સુંદરતાથી સજ્જ થઈ રહ્યું છે. અત્યાર સુધી લોકો સુરત કિલ્લાના ઈતિહાસ વિશે વાંચતા અથવા સાંભળતા આવ્યા હતા. પરંતુ હવે સુરતના કિલ્લાના ઈતિહાસને લોકો જોઈ શકશે. આ કિલ્લા પર લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે.

જેમાં કિલ્લા સહિત શહેરના ઇતિહાસને ઉજાગર કરાશે. સાથે આર્ટ ગેલરીના માધ્યમથી ઇતિહાસ રજૂ કરવામાં આવશે. હાલ આ નવા કિલ્લામાં ડચ ગાર્ડન, ડચ લાઈફસ્ટાઈલ ગેલરી, બ્રિટિશ ટી રૂમ ઉપરાંત જુના નકક્ષાઓ અને જૂની પેન્ટિંગ જોવા મળશે.

સાથે કિલ્લાની અંદર જેલ પણ લોકો જોઈ શકશે. શહેરમાં વિવિધ સ્થળોથી મળી આવેલ ઐતિહાસિક ટોપ પણ આ કિલ્લા પર સુસજ્જ કરવામાં આવી છે. શહેરીજનોને ફરવા માટે વધુ એક સુંદર સ્થળ મળી રહ્યું છે. જેમાં સુરતના ઈતિહાસ અને કિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો અહીં આ કિલ્લાથી ચીન સહિત અન્ય દેશોમાં ગરમ મસાલાનો વેપાર પણ કરવામાં આવતો હતો. હાલ આ કિલ્લાને આધુનિકરણના માધ્યમથી રજૂ કરવામાં આવશે. સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે સુરતનું એક નવલું નજરાણું બની રહેશે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!