ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં નવા સચિવાલયમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠક યોજાઇ રહી છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર તેમજ દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલીના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે.
બેઠકમાં આર્થિક અને સામાજિક આયોજન, સીમા વિવાદ, ભાષાકીય લઘુમતિઓ અને આંતરરાજ્ય પરિવહન સહિત જાહેર હિતના વિષયો પર ચર્ચા કરાશે. ગાંધીનગરની મુલાકાતે આવેલા રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકારને હેતુ ઝોનલ કાઉન્સિલની સંસ્થાઓને મજબૂત બનાવવાનો છે કે જેથી રાજ્યો પરસ્પર ચર્ચા કરી તેમના પડતર પ્રશ્નો ઉકેલી શકે.
ગૃહપ્રધાન રાજનાથસિંહની મુલાકાતને લઇને ગાંધીનગર સચિવાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.