20 વર્ષની વેદાંગી બની સૌથી ઝડપી એશિયાઈ, 29000 કિમી સાઈકલ ચલાવી આટલા દિવસોમાં

પુણેની 20 વર્ષની વેદાંગી કુલકર્ણી સાયકલથી વિશ્વની સફર કરીને સૌથી ઝડપી એશિયાઈ બની ગઈ છે. વેદાંગીએ રવિવારે કોલકાતામાં ફાડુ સાયકલ ચલાવીને નક્કી કરેલું 29,000 કિલોમીટરનું પ્રમાણભૂત અંતર કાપી નાખ્યું છે. તેમણે આ પ્રવાસની શરૂઆતમાં જુલાઈમાં પર્થથી કરી હતી અને આ રેકોર્ડ પૂર્ણ કરવા માટે તે ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં પાછી જશે.

વેદાંગીએ કહ્યું કે તેમણે 14 દેશોની મુસાફરી કરી છે અને 159 દિવસ સુધી રોઝના લગભગ 300 કિમી સાયકલ ચાલાવતી હતી. આ દરમિયાન તેમને કેટલાક ‘સારા અને ખરાબ’ અનુભવો થયા છે. તેમના પિતા વિવેક કુલકર્ણીએ જણાવ્યું છે કે દુનિયામાં ઘણા લોકોએ આ મુશ્કેલ પડકારને પૂરો કર્યો છે અને તેમની દીકરી દુનિયામાં ચક્કર લગાવવાની બાબતમાં સૌથી તીવ્ર એશિયન છે.

આ અભિયાન પૂર્ણ કરવા દરમિયાન વેદાંગીને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કેનેડામાં એક રીંછ તેમનો પીછો કરવા લાગ્યું હતું. રશિયામાં બરફથી ઘેરાયેલા સ્થાનો પર તેણે ઘણી રાત એકલા વિવાતી છે તે દરમિયાન સ્પેઇનમાં લૂટફાટનો પણ હિસ્સો બની હતી. બ્રિટનની બૌર્નમેમાઉથ વર્લ્ડ સ્કૂલની રમત મેનેજમેન્ટની આ વિદ્યાર્થીનીએ કહ્યું કે તે તેના માટે બે વર્ષ પહેલા જ તૈયારી કરી રહી હતી છે. તેમણે સાયકલ પર આશરે 80 ટકા મુસાફરીને એકલા પૂર્ણ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter