GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

અમદાવાદની SVP હોસ્પિટલમાં 15મા માળે પાણી ભરાયા, જોઈ લો આ વીડિયો

અમદાવાદમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે 750 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમા પાણી ભરાયાનો વીડીયો વાઇરલ થયા બાદ તરત તેનુ રીએક્શન જોવા મળ્યુ હતુ. હોસ્પિટલના પ્રોફેસર્સ અને રેસિડેન્સ ડોક્ટરોને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપ મલ્હાને આદેશ કર્યો છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી હોસ્પિટલની બદનામી ના થાય તેનું ધ્યાન રાખવુ. ફેસબુક, ટ્વીટર થકી હોસ્પિટલની બદનામી થાય તેવુ કાર્ય કરવામા આવશે તો કાર્યવાહી કરવામા આવશે.

જુની વીએસ હોસ્પિટલની જેમ નવી વીએસ એટલે કે એસવીપી હોસ્પિટલ પણ અવાર-નવાર વિવાદમા રહે છે. શુક્રવારે રાતે પડેલા વરસાદને કારણે શહેરના માર્ગો પર તો પાણી ભરાયા હતા પરંતુ હોસ્પિટલના 15મા માળે પણ પાણી ભરાયા હતા. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થયો હતો.

વીડિયોમા એવુ પણ જોવા મળી રહ્યુ છે કે દર્દીઓની સેવા માટે રાખેલો સ્ટાફ પાણી ઉલેચી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા સૌથી આધુનિક હોસ્પિટલનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલની પોલ છતી થઇ ગઇ છે. 750 કરોડના ખર્ચે બનાવેલી આ હોસ્પિટલનુ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામા આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હોસ્પિટલમા પીઓપીની છત તુટવાની ઘટના પણ બની હતી.

READ ALSO

Related posts

કોરોનાએ લીધો ભોગ : વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાનું નિધન

Nilesh Jethva

જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાંટ વેચવાનું કથિત કૌભાંડ, ઓડિયો ક્લીપ થઈ વાઈરલ

Nilesh Jethva

શું દેશવાસીઓની ઈંતજારી થશે ખતમ ? નિષ્ણાંતોએ મોદી સરકારને લોકડાઉન પર આપી આ સલાહ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!