GSTV
Home » News » ઘોર કળિયુગ, વડોદરામાં સગા મામાએ 13 વર્ષની ભાણીને બનાવી હવસનો શિકાર

ઘોર કળિયુગ, વડોદરામાં સગા મામાએ 13 વર્ષની ભાણીને બનાવી હવસનો શિકાર

વડોદરામાં વારસીયા પોલીસે કળિયુગના કંસ મામાની ધરપકડ કરી છે. છેલ્લા એક વર્ષથી સગો મામો 13 વર્ષની ભાણી સાથે રોજ રાતે દુષ્કર્મ આચરતો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય માસૂમ બાળકી મુળ અમદાવાદની રહેવાસી છે. બાળકીને સારૂ ભણતર અપાવવા કળયુગનો કંસ મામો વડોદરા પોતાના ઘરે લઇ આવ્યો હતો. જોકે છેલ્લા એક માસથી બાળકી તેની દાદીને પેટમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતી હતી.

જેથી આજે તેણીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હોસ્પિટલના ગાયનેક વોર્ડના તબીબોએ બાળકીના પેટમાં તપાસ કરતા 20 અઠવાડીયાનો ગર્ભ હોવાનુ બહાર આવ્યું હતું. સગીર વયની બાળકી ગર્ભવતિ હોવાની ઘટનાને પગલે તબીબો દ્વારા વારસીયા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મામલાની ગંભીરતાથી નોંધ લેઇને તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!