GSTV
Home » News » લોકસભાના શિયાળુ સત્રમાં સંતોષકારક કામગીરી, સ્પીકર ઓમ બિરલાના સમાપન ભાષણમાં અવરોધ

લોકસભાના શિયાળુ સત્રમાં સંતોષકારક કામગીરી, સ્પીકર ઓમ બિરલાના સમાપન ભાષણમાં અવરોધ

લોકસભાના ચાલુ સત્રમાં ખૂબ જ સંતોષકારક કામગીરી થઇ હતી તેવું આજે જારી કરેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું. લોકસભાએ 115 અને રાજયસભાએ એક સો ટકા કામગીરી કરી હતી, એમ સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સત્રના છેલ્લા દિવસે કહ્યું હતું.શિયાળુ સત્રમાં લોકસભામાં 18 ખરડા રજૂ કરાયા હતા. નીચલા ગૃહ દ્વારા 14 જ્યારે ઉપલા ગૃહે 15 ખરડા પાસ કર્યા હતા. સંસદના બંને ગૃહોમાં 15 ખરડા રજૂ કરાયા હતા, એમ શિયાળુ સત્રના છેલ્લા દિવસે પત્રકારો સાથે વાતચીત કરતાં જોશીએ કહ્યું હતું.

સત્રના છેલ્લા દિવસે સ્પીકર ઓમ બિરલા ટીપ્પણી કરી રહ્યા હતા ત્યારે ગૃહની કામગીરીને અવરોધવા બદલ જોશીએ કહ્યું હતું કે કદાચ પહેલી જ વખત એવું બન્યુ હતું કે સમાપન ભાષણ દરમિયાન પણ સ્પીકરને અવરોધવાનો પ્રયાસ કરાયો હતો.

જોશીએ કહ્યું હતું કે સત્રમાં ચાર ખરડા પરત લેવામાં આવ્યા હતા જેમાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (એમેન્ડમેન્ટ) બિલ,1987, નેશનલ કમિશન ફોર હ્યુમન રિસોર્સીઝ ફોર હેલ્થ બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સુધારો) ખરડો 2013 અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શીયલ સર્વીસી સેન્ટર ઓથોરિટી બિલ,2019નો સમાવેશ થતો હતો. રાહુલ ગાંધી મેક ઇન ઇન્ડિયા હવે રેપ ઇન ઇન્ડિયા બની ગયું છે તેવી ટીપ્પણી કરતાં જોશીએ રાહુલ ગાંધીની ટીકા કરી આ માટે રાહુલે માફીની માંગણી કરી હતી.

READ ALSO

Related posts

હાર્દિકની ધરપકડ થતા પ્રિયંકા ગાંધી ભાજપ પર રોષે ભરાયા, હાર્દિકને કહ્યો કિસાનોની ‘લડાઈ લડનારો’

Mayur

જમ્બો આતંકી : વજન એટલો બધો હતો કે પોલીસને મહાકાય ટ્રક મંગાવવો પડ્યો

Mayur

‘મારા કારણે તમને લોકસભાની ટિકીટી મળી છે’ ગુજરાત ભાજપના સાંસદો બાખડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!