GSTV

ખેડૂતો આનંદો/ આ તારીખે જમા થશે પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો, આ કામ કરવાનું ભૂલ્યા તો નથી ને?

કિસાન

Last Updated on October 20, 2021 by Bansari

સરકારે પીએમ કિસાન (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ 10 મો હપ્તો જારી કરવાની તારીખ નક્કી કરી છે. હપ્તો ટ્રાન્સફર કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોએ આ યોજનામાં પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવી લે જેથી તેઓ 10 મા હપ્તાનો લાભ લઈ શકે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો જારી કરવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે સરકાર

પીએમ કિસાન યોજના હેઠળ, દેશભરના કરોડો ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા મળે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂત છો પરંતુ આ યોજનાનો લાભ લઇ શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે પીએમ કિસાન સન્માન નિધિમાં પણ તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો, જેથી તમે સરકારની યોજનાનો લાભ લઈ શકો. આ માટે તમારે આ ત્રણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

કિસાન

રજીસ્ટ્રેશન માટે આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

તમારી પાસે ખેતીની જમીનના કાગળો હોવા જોઈએ.
આ સિવાય, આધાર કાર્ડ, અપડેટેડ બેંક એકાઉન્ટ, એડ્રેસ પ્રુફ, ખેતર સંબંધિત માહિતી અને પાસપોર્ટ સાઈઝ ફોટો જરૂરી છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન આ રીતે કરાવો

  • હવે PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ. અહીં તમને ન્યૂ-રજીસ્ટ્રેશનનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.હવે એક નવું પેજ ખુલશે.
  • નવા પેજ પર, તમારો આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મમાં સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ઉદાહરણ તરીકે, તમે કયા રાજ્યના છો, કયા જિલ્લા, બ્લોક અથવા ગામની માહિતી આપવી પડશે. આ સિવાય ખેડૂતોએ પોતાનું નામ, જેન્ડર, કેટેગરી, આધાર કાર્ડની માહિતી, બેંક ખાતા નંબર કે જેમાં પૈસા ટ્રાન્સફર થશે, IFSC કોડ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે આપવાના રહેશે.
કિસાન
  • તમારે તમારા ખેતરની માહિતી આપવી પડશે. આમાં સર્વે અથવા એકાઉન્ટ નંબર, લેન્ડ રેકોર્ડ નંબર, કેટલી જમીન છે, આ બધી માહિતી આપવી પડશે.
  • આ બધી માહિતી ભર્યા પછી, તમારે તેને સેવ કરવી પડશે.
  • તમામ માહિતી આપ્યા બાદ ફોર્મ રજીસ્ટ્રેશન માટે જમા કરાવવાનું રહેશે. ભવિષ્યમાં જાણવા માટે તમે આ બધી માહિતી પણ સેવ કરી શકો છો.

આ નંબર પર કોલ કરીને મદદ મેળવો

જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે પીએમ કિસાનના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. પીએમ કિસાનનો હેલ્પલાઇન નંબર 011-24300606 છે.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!