GSTV

બ્રિટને ભારતના સ્ટૂડન્ટ્સને આસાન વીઝા યાદીમાંથી હટાવી લીધો બદલો

ભારત અને બ્રિટને ભલે પહેલા યુકે-ઈન્ડિયા વીકની શરૂઆત કરી દીધી હોય પણ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ગોથા ખાઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ગત સપ્તાહે બ્રિટનની સરકારે વીઝા અરજીની પ્રક્રિયાને આસાન બનાવનારી યાદીમાંથી ભારતીય સ્ટૂડન્ટ્સને બહાર કરી દીધા હતા. હવે બ્રિટનના આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રધાન લિયામ ફોક્સે ક્હ્યુ છે કે આ પગલું ભારત સામે બદલો લેવા માટે ઉઠાવવામાં આવ્યું છે. લિયામ ફોક્સે ક્હ્યુ છે કે યુકેમાં રહેતા ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓની વાપસી સુનિશ્ચિત કરવાના એક કરાર પર એપ્રિલમાં ભારતે હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે બ્રિટને ભારતના સ્ટૂડન્ટ્સને આસાન વીઝા યાદીમાંથી હટાવી દીધા છે. જો કે ફોક્સના નિવેદનથી લંડનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ ખુશ નથી.

યુકે-ઈન્ડિયા વીકનો ઉદેશ્ય બ્રેક્ઝિટ બાદ ભારત અને બ્રિટન વચ્ચેની ભાગીદારીની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. પરંતુ આ ઈવેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલા જ બંને દેશોના સંબંધ પોતાના ખરાબ તબકક્માં પહોંચી ગયા છે. બ્રિટનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે જે ભારતીય સ્ટૂડન્ટ્સ કાયદેસર રીતે અહીં અભ્યાસ કરી રહ્યા છે.. તેની કોઈ મર્યાદા નથી. ગત વર્ષે ભારતીયોને જાહેર કરવામાં આવેલા ટીયર-ફોર વીઝામાં ત્રીસ ટકાનો વધારો થયો હતો.

યુકેમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની વાપસી માટે સમજૂતી સુધી પહોંચવા માટેની તેમની કોશિશો ચાલુ છે અને આશા છે કે તેને ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે. બ્રિટનનું માનવું છે કે લગભગ એક લાખ ભારતીય પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. પરંતુ ભારતની દ્રષ્ટિએ આ આંકડો માત્ર બે હજાર જેટલો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન કિરન રિજિજૂએ જાન્યુઆરીમાં એમઓયુની પહેલી કરી હતી. પરંતુ એપ્રિલમાં વડાપ્રધાન મોદીએ પોતાની બ્રિટન યાત્રા દરમિયાન તેના પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો હતો. સૂત્રો મુજબ બ્રિટન દ્વારા ભારતીયોને વીઝા જાહેર કરવાની પ્રક્રિયાને આસાન કરવામાં કોઈ પ્રગતિ નહીં થઈ હોવાને કારણે સમજૂતી પર હસ્તાક્ષરનો ઈન્કાર કરાયો હતો.

Related posts

આખી દુનિયાને મોતના મુખમાં ધકેલવા બદલ ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવા ICJની માગ

Pravin Makwana

પત્રકારે સ્વાસ્થ્ય મંત્રીને પૂછ્યું ક્યારે ક્યારે સુધરશે હાલત, ડૉ. હર્ષવર્ધને આપ્યો રસપ્રદ જવાબ

Nilesh Jethva

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!