GSTV
Cricket Sports Trending

BCCIનાં ખરાબ દિવસો ચાલુ, ત્રિમુર્તિએ આ વાતને નકારી દીધી

દિગ્ગજ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની સદસ્યતા ધરાવતી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ આ વખતે મહિલા ટીમનાં કોચ પદ પર ભરતી કરવાની વાતને નકારી ક્રિકેટ વહીવટી સમિતિ(COA)નાં અનુરોધને ઠુકરાવી દીધો હતો. ગયા મહિને રમેશ પોવારનો કરાર સમાપ્ત થયા પછી બીસીસીઆઈએ મહિલા ટીમના કોચ માટે અરજીની માંગ કરી હતી. તો એના પ્રત્યુતરમાં બોર્ડે કહ્યું હતું કે ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નવી મહિલા કોચની પસંદગી કરવામાં આવશે.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે COAનાં અધ્યક્ષ વિનોદ રાય અને ડાયના એડલ્ટીને સંયુક્ત પત્ર મળ્યો હતો. આ પત્રમાં ત્રણેય ક્રિકેટનાં લિજેન્ડોએ બોર્ડને જાણ કરી છે કે તેઓ મહિલા ટીમના કોચના ઇન્ટરવ્યુ માટે બોર્ડની વિનંતીને સ્વીકારી શકશે નહીં.

COAએ શુક્રવાર સુધી ત્રણેય ખેલાડીઓને તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવા માટે પૂછ્યું હતું. મહિલા કોચ માટેનું ઇન્ટરવ્યુ 20 ડિસેમ્બરે છે. સર્વોચ્ચ અદાલતના આદેશ હેઠળ COAએ ત્રણ ખેલાડીઓને આ કામગીરી આપી હતી. તેમજ સુપ્રીમ કોર્ટે વહીવટકર્તાઓને આ મોટા નિર્ણયોમાં ક્રિકેટ સલાહકાર સમિતિની મદદ લેવા માટે પણ જણાવ્યું હતું. આ ત્રણેય નિવૃત્ત ખેલાડીએ શાં માટે ના પાડી એ પાછળના કારણો હજુ અજ્ઞાત છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેણે હાલમાં ચાલતા સિનિયર ખેલાડી મિત્તલ રાજ અને કોચ રમેશ પોવાર વચ્ચેનાં વિવાદને લીધે આ નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત બીજુ પણ એક મોટું કારણ છે. સુત્રોનું એવુ કહેવું છે કે આ ત્રણેય દિગ્ગજો અનિલ કુંબલેને હટાવવાની વાતને નથી ભૂલ્યાં. તેમજ ચર્ચા છે કે આ જ કારણથી BCCIને ત્રણેય ખેલાડીએ નાં પાડી દીધી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda
GSTV