GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

થાનગઢમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસથી ફફડાટ, તંત્ર દોડતું થઇ ગયું

કોરોના

ઝાલાવાડમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ ધરાવતા થાનગઢ વિસ્તારમાં બહારથી આવેલ વધુ બે વ્યક્તિનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલ રીફર કરાયેલ છે અને સ્થાનિક તંત્રએ ચેપ અટકાવવા દોડધામ આદરી છે.

બંન્ને પોઝિટીવ કેસ અંગે જાણવા મળતી માહિતી મુજબ પ્રથમ ગત તા. ૧૮-૫નાં મુંબઈથી ખાનગી વાહનમાં ૩૯ વર્ષની મહિલા જ્યોતિબેન અરૃણભાઈ ઉધરેજીયા તા. ૧૯નાં રોજ અભેપર ગામે તેઓના ઘરે આવેલ જેઓને તા. ૨૦ના રોજ હોમ કોરોન્ટાઇન કરાયેલ જેઓને તાવની અસર જણાતા પ્રાઈવેટ વાહનમાં થાન હોસ્પિટલ આવેલ જેઓના સેમ્પલ લેવાયેલ જેનો તા. ૨૪ના પોઝિટીવ રીપોર્ટ આવતા તેઓને મોડી રાત્રીના સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ.

Corona

બીજા કેસમાં તા. ૨૨/૫ના અમદાવાદથી ચંદ્રસેનભાઈની ઈકો કારમાં તેના પિતા સાથે મહાત્મા ગાંધી સોસાયટી થાનગઢ ખાતે ૧૬ વર્ષની યુવતી નિકિતા મનિષભાઈ પરમાર આવેલ જેને તા. ૨૩નાં હોમ કોરોન્ટાઈન કરાયેલ જેને સામાન્ય તાવની ફરિયાદ ઉઠતા ઘરના વાહનમાં હોસ્પિટલ ટેસ્ટીંગ માટે દોડી ગયેલ જેનો તા. ૨૪ના પોઝીટીવ રીપોર્ટ આવતા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવેલ છે.

થાનગઢ પંથકમાં વધુ બે પોઝિટીવ આવતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચેલ હતી અને તંત્ર દ્વારા બંન્ને કોરોનાગ્રસ્તોનો ચેપ અન્યત્ર ન ફેલાય તે માટે જરૃરી પગલા લીધેલ છે જેમાં ૧૦૫૬ની વસ્તી અને ૧૩૦ મકાનો ધરાવતા અભેપર ગામને કન્ટેમેન્ટ અને બફર ઝોનમાં મુકી દેવામાં આવેલ છે તેમજ ૬ સર્વેલન્સ ટીમ ગોઠવી દેવાયેલ છે અને ૧૦૪ કોન્ટેક પર્સન આઈડેન્ટીફાઈ કરી જરૃરી તમામ પગલા ભરી ગામને સેનીટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરેલ છે.

તેમજ થાનગઢ શહેરમાં મહાત્મા ગાંધી સોસાયટીમાં કોરોનાગ્રસ્ત યુવતીનાં ઘર નજીકનાં ૧૮ ઘરોમાં રહેતા ૯૬ રહીશોને કન્ટેમેન્ટ ઝોનમાં મુકેલ છે તેમજ આસપાસનાં વિસ્તારોને ચાર બફરઝોનમાં મુકવામાં આવેલ છે જેમાં ૧૯૨ મકાનોમાં રહેતા ૯૧૫ રહીશોનો સમાવેશ થાય છે તેમજ કોરોના પોઝીટીવ આવનાર વ્યક્તિનાં પ્રથમ તબક્કે સંપર્કમાં આવેલ ૬૯ લોકોને આઈડેન્ટીફાઈડ કરી જરૃરી પગલા ભરેલ છે તેમજ સોસાયટી વિસ્તારમાં સેનીટાઇઝરની કામગીરી ધરાયેલ અને પાંચ સર્વેલન્સની ટીમ ગોઠવી સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરાયેલ છે.

Read Also

Related posts

કોરોનાનો કહેર : એક વર્ષ બગડે તો મંજૂર છે પણ વ્હાલસોયાને નહીં મોકલીએ શાળાએ

Nilesh Jethva

જામનગરમાં બિલ્ડર પર ત્રણ શખ્સો કર્યું ફાયરિંગ, આ ભૂમાફિયા સામે નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, એરપોર્ટ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા સર્જાયો બે કિમી લાંબો ટ્રાફિકજામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!