ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાના પવનને પગલે ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા ૫.૧ ડિગ્રીમાં ઠુંઠવાયું હતું જ્યારે અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો.

રાજ્યમાં શીત લહેર
હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ દરમિયાન ૨-૩ ડિગ્રી સુધી તાપમાન ઘટતાં ઠંડીના ચમકારામાં વધારો થશે. આગામી ૩ દિવસ કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં આગામી ૩-૪ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. ‘ અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૬ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૨૮.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૧ ડિગ્રીનો વધારો થયો હતો.
- રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો
- આંશિક રાહત બાદ ઠંડીનું જોર વધ્યું
- કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાઈ
- અમદાવાદ ગાંધીનગર વડોદરા સહીત ઠંડીનો ચમકારો
- તેજ પવનો સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું
- સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે ઠંડી વધી
કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાઈ
હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૨૭ જાન્યુઆરી સુધી અમદાવાદમાં ઠંડીનું જોર રહેશે. અમદાવાદમાં ગત વર્ષે ૧૫ જાન્યુઆરીના ૯ ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનું જોર વધુ રહ્યું ત્યાં ૯ ડિગ્રી સાથે ગાંધીનગર, ૧૦.૫ ડિગ્રી સાથે વલસાડ, ૧૧ ડિગ્રી સાથે અમરેલી, ૧૨ ડિગ્રી સાથે રાજકોટનો સમાવેશ થાય છે.
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો