GSTV
Bollywood Entertainment Photos Trending

સુપરસ્ટાર / રજનીકાંત કરતાં પણ વધુ ફી લે છે સાઉથનો આ એક્ટર, 500 રૂપિયાથી શરૂ કર્યુ હતું ફિલ્મી કરિયર

એક્ટર

સાઉથના સુપરસ્ટાર એક્ટર થલપથી વિજય 22 જૂને 48 વર્ષના થઈ ગયા છે. તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ‘બીસ્ટ’, ‘માસ્ટર’ જેવી ફિલ્મો માટે જાણીતો છે. આજે તે ભલે સુપરસ્ટાર હોય, પરંતુ શું તમે જાણો છો કે એક્ટરને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એકવાર તેને પહેલી ફિલ્મ માટે 500 રૂપિયા મળ્યા હતા અને આજે તે રજનીકાંત કરતા વધુ ફી લે છે.

એક્ટર

વિજયે 10 વર્ષની ઉંમરે તેની કારકિર્દી શરૂ કરી હતી. તેણે પહેલીવાર ‘વૈત્રી’માં કામ કર્યું હતું. આ પછી એક્ટરે 18 વર્ષની ઉંમરથી લીડ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

એક્ટર

થાલાપતિ વિજય અત્યાર સુધીમાં 65 થી વધુ ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે, પરંતુ તેમને પ્રેમથી થાલપથી વિજય કહેવામાં આવે છે.

એક્ટર

વિજય પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ માટે તેનું નામ ફોર્બ્સની લિસ્ટમાં પણ નોંધાયેલું છે.

એક્ટર

એટલું જ નહીં, તેણે ફીના મામલે પણ રજનીકાંતને પાછળ છોડી દીધો છે. તેઓ એક ફિલ્મ માટે 65 થી 100 કરોડ રૂપિયા લે છે.

થલપથી વિજય નેટવર્થ વિશે વાત કરતાં કહેવાય છે કે તેઓ 420 કરોડના માલિક છે અને તેમની વાર્ષિક આવક માત્ર 100 થી 120 કરોડ છે. આ સિવાય જો અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘થલપતિ 66’ છે, જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે.

Read Also

Related posts

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

GSTV Web Desk
GSTV